Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૈતર વસાવાની પત્ની શકુંતલાને હાઈકોર્ટે આપ્યાં જામીન:વનકર્મી પર હુમલાના કેસમાં 7 વર્ષની સજા બાદ 17 દિવસના બાળકની માતા શકુંતલાને રાહત

    1 day ago

    નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાં વર્ષ 2023માં વન વિભાગની જમીન સંબંધિત અને વનકર્મી પર હુમલાના કેસમાં સજા ભોગવી રહેલી ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની શકુંતલા વસાવાને ગુજરાત હાઇકોર્ટે માનવતાના ધોરણે જામીન મંજૂર કર્યા છે. માત્ર 17 દિવસના નવજાત બાળકની માતા હોવાના સંજોગોને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ચૈતર વસાવા, શકુંતલા વસાવા સહિત કુલ 9 આરોપીઓને 7 વર્ષની કેદની સજા ગત 23 જૂને રાજપીપળા સેશન્સ કોર્ટે આ કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની શકુંતલા વસાવા સહિત કુલ 9 આરોપીઓને દોષિત ઠેરવી 7 વર્ષની કેદની સજા ફટકારી હતી. સજા સંભળાયા બાદ શકુંતલાબેન પોતાના માત્ર 17 દિવસના નવજાત બાળક સાથે જેલમાં ગયા હતા. બાળકના હિતને ધ્યાનમાં રાખીને શકુંતલાને જામીન આપવા માંગ કરાઈ હતી આ ઘટના બાદ સોશિયલ મીડિયા તેમજ સ્થાનિક સ્તરે નવજાત બાળકને લઈને ભારે સંવેદના વ્યક્ત થઈ હતી. બાળકના હિતને ધ્યાનમાં રાખીને શકુંતલાને જામીન આપવા માટે વિવિધ સ્તરે માંગ ઉઠી હતી. વિપક્ષે પણ આ મુદ્દે સરકાર સામે અવાજ ઉઠાવ્યો હતો. બાળકના સ્વાસ્થ્ય અને ભવિષ્યને પ્રાથમિકતા આપતાં હાઇકોર્ટે જામીન આપ્યાં આ દરમિયાન 2 જુલાઈના રોજ ગુજરાત હાઇકોર્ટે બાળકના સ્વાસ્થ્ય અને ભવિષ્યને પ્રાથમિકતા આપતાં માનવતાના અભિગમ સાથે શકુંતલા વસાવાના જામીન મંજૂર કર્યા છે. બે દિવસ અગાઉ સાંસદ મનસુખ વસાવાએ પણ આ મામલે મહિલાને રાહત મળે તે માટે યોગ્ય સ્તરે રજૂઆત કરવાની વાત કરી હતી. પરિવારજનોમાં રાહતની લાગણી હાઇકોર્ટના આ નિર્ણયથી હવે શકુંતલા વસાવા પોતાના નવજાત બાળક સાથે જેલમાંથી બહાર આવી શકશે, જેને લઈને પરિવારજનોમાં રાહતની લાગણી વ્યાપી છે. બીજી તરફ, આ કેસની આગામી સુનાવણી 7 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મોડાસામાં ધોધમાર વરસાદ, મુખ્ય વિસ્તારોમાં ઢીંચણસમા પાણી:પ્રથમ વરસાદે નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠાવ્યા
    Next Article
    પૂરક પરીક્ષાના પરિણામની આવતીકાલે જાહેરાત:સવારે 11 વાગ્યે GSEB વેબસાઇટ પર થશે જાહેર, વોટ્સએપ પર પણ જોઈ શકાશે માર્કશીટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment