Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેતપરના ખેડૂત આંદોલનમાં બાવડી ગામના ખેડૂતોની સરકારને ચેતવણી:હાલ આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે, પણ જો ઉપવાસીઓને કંઈ થયું તો આંદોલન હિંસક બનતા વાર નહીં લાગે

    22 hours ago

    મોરબી જિલ્લાના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજપોલ સામે પૂરતું વળતર મેળવવાની માંગ સાથે ખેડૂતો દ્વારા શરૂ કરાયેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો આજે 15મો દિવસ છે. લાંબા સમયથી ચાલી રહેલા આંદોલન છતાં સરકાર તરફથી ખેડૂતોની છ માંગણીઓ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ પ્રત્યોત્તર મળ્યું નથી. જેના કારણે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આજે ઉપવાસી છાવણીની મુલાકાતે આવેલા ધાંગધ્રાના બાવડી ગામના ખેડૂતો અને આગેવાનોએ સરકારને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, હાલ આંદોલન ગાંધીજીના અહિંસાના માર્ગે ચાલી રહ્યું છે, પરંતુ જો ઉપવાસીઓને કંઈ નુકસાન પહોંચશે અથવા સરકાર નિર્ણય લેવામાં વધુ વિલંબ કરશે તો આંદોલન હિંસક સ્વરૂપ ધારણ કરતા વાર નહીં લાગે. સરકાર તરફથી ખેડૂતોને કોઈ હકારાત્મક સંકેત મળ્યો નથી જેતપર ગામે 18 જૂનથી ખેડૂતો ખાનગી વીજ કંપનીના વીજપોલ માટે પૂરતું વળતર મળે તે માટે આમરણાંત ઉપવાસ પર બેઠા છે. આંદોલનની શરૂઆત બાદ ખેડૂતો દ્વારા છ મુદ્દાની લેખિત માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જોકે, માંગણીઓ રજૂ થયાને દસ દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સરકાર તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. તાજેતરમાં યોજાયેલી કેબિનેટ બેઠક બાદ પણ ખેડૂતોના પ્રશ્ને કોઈ નિર્ણય જાહેર ન થતાં ઉપવાસીઓમાં નિરાશા વ્યાપી છે. આંદોલન સમિતિના સભ્ય વૈભવ અમૃતિયાએ જણાવ્યું હતું કે, ખેડૂતો સરકારના જવાબની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ હકારાત્મક સંકેત મળ્યો નથી. 720 કેવીની વીજલાઈન ખેતી કરવાથી ખેડૂતોને કરંટ લાગવાનો ભય આંદોલનને હવે સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતો અને મહિલાઓનું સમર્થન મળી રહ્યું છે. આજે ધાંગધ્રાના બાવડી ગામના ખેડૂતો ઉપવાસી છાવણીમાં પહોંચ્યા હતા. આ દરમિયાન ખેડૂત રાજુભાઈ કવરે જણાવ્યું હતું કે તેમના ખેતરોમાંથી 720 કેવીની વીજલાઈન પસાર થાય છે અને તેની નીચે ખેતી કરતી વખતે વીજ કરંટ લાગવાનો ભય રહે છે. તેમણે મુખ્યમંત્રી, મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોને સ્થળ પર આવી વાસ્તવિક પરિસ્થિતિ નિહાળવા અને ખેડૂતોને યોગ્ય વળતર આપવા માટે તાત્કાલિક નિર્ણય લેવા અપીલ કરી હતી. ગામેગામથી આંદોલનને મળી રહ્યું છે સમર્થન ખેડૂતોએ વધુમાં ચેતવણી આપી હતી કે, જે રીતે ગામેગામથી આંદોલનને સમર્થન મળી રહ્યું છે તે જોતા સરકારે વીજપોલ માટે વળતરની નવી નીતિ વહેલી તકે જાહેર કરવી જરૂરી છે. છેલ્લા 15 દિવસથી ઉપવાસીઓ સતત ઉપવાસ પર હોવાથી તેમની તબિયત પણ લથડી રહી છે. જો કોઈ ઉપવાસીની તબિયત વધુ બગડશે અથવા કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો સમગ્ર ગુજરાતમાં ખેડૂતોનો રોષ ઉગ્ર બની શકે છે અને આંદોલન વધુ તીવ્ર સ્વરૂપ ધારણ કરી શકે તેવી ચેતવણી પણ ખેડૂતો દ્વારા આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠા જિલ્લામાં વરસાદ વરસ્યો:હિંમતનગર, તલોદ, વડાલી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી
    Next Article
    અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો:પૂછપરછમાં આરોપીએ JCPને છરી મારી, વળતા પ્રહારમાં શરદ સિંઘલે આરોપીના પગમાં ગોળી મારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment