Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો:પૂછપરછમાં આરોપીએ JCPને છરી મારી, વળતા પ્રહારમાં શરદ સિંઘલે આરોપીના પગમાં ગોળી મારી

    21 hours ago

    અમદાવાદના ચડોળા તળાવ વિસ્તારમાં એક આરોપીને પકડવા ગયેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલાની સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે. પોલીસ પકડથી બચવા માટે આરોપીએ JCPને હાથના ભાગે છરી મારી હતી, જેમાં પોલીસે વળતા પ્રહારમાં ફાયરિંગ કરતા આરોપીને પણ પગના ભાગે ગોળી વાગી છે. જોકે, આરોપી દ્વારા કરવામાં આવેલા આ હિંસક હુમલામાં JCP શરદ સિંગલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે અને ઇજાગ્રસ્ત જેસીપી શરદ સિંગલને તાત્કાલિક વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આરોપીએ છરીથી JCP શરદ સિંગલ પર હુમલો કર્યો ગેરકાયદેસર હથિયારોની હેરફેર અંગે મળેલી બાતમીના આધારે ઈસાનપુરનો રહેવાસી અને હિસ્ટ્રીશીટર કલીમ શેખને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો, ત્યારબાદ તેની સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.એન ઘાસુરા દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી હતી. પૂછપરછ દરમિયાન આરોપી અચાનક ઉગ્ર બની ગયો અને પૂછપરછ કરી રહેલા અધિકારીઓ પર હુમલો કર્યો. આરોપીએ પોતાની પાસે સંતાડીને રાખેલી છરી બહાર કાઢી સંયુક્ત પોલીસ કમિશનર પર હુમલો કરતાં તેમને ઈજા પહોંચી હતી. વળતા પ્રહારમાં JCPએ ફાયરિંગ કરતા આરોપીના પગમાં ગોળી વાગી ત્યારબાદ થયેલી ઝપાઝપીમાં JCP શરદ સિંઘલે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું, જેના પરિણામે આરોપીના પગમાં ગોળી વાગી હતી.ઘાયલ પોલીસ અધિકારી તથા આરોપી બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આરોપીના કબજામાંથી કુલ 4 હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે.આરોપી વિરુદ્ધ હત્યા, હત્યાના પ્રયાસ, લૂંટ, ખંડણી સહિતના 30થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
    Click here to Read More
    Previous Article
    જેતપરના ખેડૂત આંદોલનમાં બાવડી ગામના ખેડૂતોની સરકારને ચેતવણી:હાલ આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે, પણ જો ઉપવાસીઓને કંઈ થયું તો આંદોલન હિંસક બનતા વાર નહીં લાગે
    Next Article
    Israel Marks 1,000 Days Of Gaza War With Memorials And Protests

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment