Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠા જિલ્લામાં વરસાદ વરસ્યો:હિંમતનગર, તલોદ, વડાલી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

    23 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં વરસાદ નોંધાયો છે. આજે સાંજે હિંમતનગર, તલોદ, વડાલી, ખેડબ્રહ્મા અને વિજયનગર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. આ સાથે જિલ્લામાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ છે. હિંમતનગરમાં સાંજે ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ગરમીમાંથી લોકોને રાહત મળી હતી. પરબડા, બોરિયા, મોતીપુરા અને બળવંતપુરા જેવા આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો. તલોદ અને તેની આસપાસના વાવડી, કેસરપુરા સહિતના વિસ્તારોમાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસ્યો હતો. આ વરસાદથી સ્થાનિકો અને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. વિજયનગર અને ચિઠોડા પંથકમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. ચિઠોડા, ભાખરા, વજેપુર, મોદરી, આશ્રમ, ઝેર અને ટોલડુંગરી જેવા વિસ્તારોમાં વરસાદ પડતા ગરમીનો પ્રકોપ ઘટ્યો હતો અને લોકોને હાશકારો થયો હતો.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરમાં ઉકળાટ બાદ હવામાનમાં પલટો:ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદથી ઠંડક પ્રસરી
    Next Article
    જેતપરના ખેડૂત આંદોલનમાં બાવડી ગામના ખેડૂતોની સરકારને ચેતવણી:હાલ આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે, પણ જો ઉપવાસીઓને કંઈ થયું તો આંદોલન હિંસક બનતા વાર નહીં લાગે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment