Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં ઉકળાટ બાદ હવામાનમાં પલટો:ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદથી ઠંડક પ્રસરી

    22 घंटे पहले

    મહીસાગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઈ રહેલી અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ હવામાનમાં પલટો આવ્યો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદનું આગમન થતાં સ્થાનિક રહીશોને ગરમીથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. માહિતી અનુસાર, દિવસભરના બફારા બાદ અચાનક વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને ત્યારબાદ વરસાદ શરૂ થયો હતો. સંતરામપુર તાલુકાના વાઝિયાખૂટ નેસ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત, લુણાવાડા તાલુકાના વિરાણીયા, પાનમ પાલ્લા અને ઝારા જેવા વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. ખાનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તેમજ વીરપુર શહેર અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. લાંબા સમયની ગરમી બાદ થયેલા આ વરસાદથી ખેડૂતોમાં પણ સંતોષની લાગણી જોવા મળી રહી છે. વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થતાં લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ અને ગઢડામાં ધોધમાર વરસાદ:લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી
    Next Article
    સાબરકાંઠા જિલ્લામાં વરસાદ વરસ્યો:હિંમતનગર, તલોદ, વડાલી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment