Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નગરપાલિકાની બેદરકારીથી બસ ખાડામાં ફસાઈ:​માંગરોળમાં પાઇપલાઇન માટે ખોદાયેલા જોખમી ખાડામાં એસટી બસ ફસાઈ, મુસાફરોના જીવ અધ્ધરતાલ,ભારે અફરાતફરી

    12 hours ago

    ​જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો માટે રસ્તાઓ માથાનો દુખાવો બની ગયા છે. શહેરમાં નગરપાલિકા દ્વારા પાઇપલાઇન નાખવા માટે કરવામાં આવેલા ખોદકામ બાદ રસ્તાનું યોગ્ય રીતે સમારકામ કરવામાં આવ્યું નથી, જેના કારણે વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વરસાદના કારણે આ ખોદાયેલી જગ્યાઓ વધુ જોખમી બની ગઈ છે, જેનો ભોગ આજે મુસાફરોથી ભરેલી એક સરકારી એસટી બસ બની હતી. આ ઘટનાને પગલે હાઇવે પર કલાકો સુધી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ​માંગરોળ-કેશોદ રોડ પર ટાવર નજીક નગરપાલિકા દ્વારા ગટર યોજના અને પાઇપલાઇનનું કામ પૂર્ણ થયા બાદ રસ્તાની સાઇડમાં ખોદાયેલા ખાડાઓમાં માત્ર માટી ભરીને સંતોષ માની લેવામાં આવ્યો હતો. છેલ્લા ૨૪ કલાકથી પડી રહેલા ભારે વરસાદના કારણે આ માટી ધોવાઈ ગઈ હતી અને જમીન અંદર બેસી ગઈ હતી, જેના લીધે આખો માર્ગ અત્યંત જોખમી બની ગયો હતો. આજે આ માર્ગ પરથી માંગરોળ-જામનગર રૂટની મુસાફરોથી ખીચોખીચ ભરેલી એસટી બસ પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક બસનો આગળનો ભાગ આ કાદવ અને ખાડામાં ખૂબ જ ખરાબ રીતે ખૂંચી ગયો હતો. ​બસ ખાડામાં ફસાતાની સાથે જ તેમાં સવાર પેસેન્જરોમાં ચિંતા અને ફફડાટનો માહોલ સર્જાયો હતો. ઘટનાના પગલે એસટી બસ બે કલાક સુધી ઘટનાસ્થળે જ અટવાઈ પડી હતી. આ અકસ્માતની જાણ થતાં જ નગરપાલિકાના કર્મચારીઓ અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. બસ વધારે નમે તે પહેલાં સ્થાનિક લોકોની મદદથી તમામ પેસેન્જરોને સુરક્ષિત રીતે બહાર ઉતારવામાં આવ્યા હતા. ત્યાર બાદ જેસીબી મશીન બોલાવીને નગરપાલિકાના સ્ટાફ અને સ્થાનિક રહીશોની ભારે જહેમત અને બે કલાકની મહેનત બાદ એસટી બસને ખાડામાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. ​આ ગંભીર ઘટના અંગે રોષ વ્યક્ત કરતા માંગરોળના એક સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે, અહીં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. નવા બનેલા પુલ પાસે નગરપાલિકાનું ગટર અને પાઇપલાઇનનું કામ ચાલુ છે, જ્યાં તંત્રની મોટી બેદરકારી સામે આવી રહી છે. ખોદકામ કર્યા બાદ યોગ્ય પુરાણ ન કરાતા માંગરોળ-જામનગર એસટી બસ અહીં ફસાઈ ગઈ હતી. જેસીબી અને સ્થાનિક લોકોની મહેનતથી પહેલા મુસાફરોને અને પછી બસને બહાર કાઢવામાં આવી હતી. તંત્ર દ્વારા આવી બેદરકારી રાખનારાઓ સામે કડક પગલાં લેવામાં આવે અને રસ્તાનું તાકીદે સમારકામ થાય જેથી આગામી વરસાદમાં સ્થાનિક વાહનોને આવી મુશ્કેલી ન પડે. વરસાદના કારણે રોજિંદા વાહનચાલકો અને રાહદારીઓને અકસ્માતનો સતત ભય સતાવી રહ્યો હોવાથી લોકોમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો:ચંડોળા તળાવમાં આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા ફાયરિંગ કર્યું, આરોપીના વળતા ફાયરિંગમાં JCP શરદસિંઘલ ઇજાગ્રસ્ત
    Next Article
    નવસારીમાં પૂરની આશંકાએ SDRF ટીમ તૈનાત:નીચાણવાળા 12 વિસ્તારોમાં બોટ-લાઈફ જેકેટ સાથે જવાનો એલર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment