Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં પૂરની આશંકાએ SDRF ટીમ તૈનાત:નીચાણવાળા 12 વિસ્તારોમાં બોટ-લાઈફ જેકેટ સાથે જવાનો એલર્ટ

    14 hours ago

    રાજ્યમાં ચોમાસાની સક્રિયતા વચ્ચે નવસારી જિલ્લામાં સ્થાનિક તંત્ર અને રેસ્ક્યુ ટીમો એલર્ટ મોડમાં આવી ગઈ છે. ભારે વરસાદને કારણે સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા વાવ SRP ગ્રુપ-11ની SDRF ટીમને નવસારીમાં તૈનાત કરવામાં આવી છે. પ્રશાસન દ્વારા કોઈપણ કટોકટી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે. SDRFની ટીમ આધુનિક બચાવ સાધનો સાથે 24 કલાક એલર્ટ પર છે. સંભવિત પૂર અથવા જળબંબાકારની સ્થિતિમાં તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી શકાય તે માટે ટીમ પાસે 2 રેસ્ક્યુ બોટ, પૂરતા પ્રમાણમાં લાઈફ જેકેટ અને વૃક્ષો કે અન્ય અવરોધો હટાવવા માટે કટર મશીન જેવા જરૂરી સાધનો ઉપલબ્ધ છે. જવાનોને કોઈપણ ઈમરજન્સી કોલ પર કાર્યવાહી કરવા માટે સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. SDRF ટીમે શહેરના 10 થી 12 નીચાણવાળા વિસ્તારોની ઓળખ કરી છે, જ્યાં ચોમાસામાં સામાન્ય રીતે પાણી ભરાય છે. આ તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ટીમ દ્વારા સઘન રેકી (નિરીક્ષણ) શરૂ કરવામાં આવી છે. રેસ્ક્યુ ટીમને ભૌગોલિક પરિસ્થિતિ સમજવામાં મદદ મળે તે માટે નવસારી નગરપાલિકાના સ્થાનિક કર્મચારીઓ ગાઈડ તરીકે ટીમ સાથે જોડાયા છે. તંત્રના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં સૌથી વધુ સંવેદનશીલ ગણાતા 2 મુખ્ય સ્થળોનું નિરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. બાકીના વિસ્તારોમાં પણ ટીમ સતત પેટ્રોલીંગ અને રેકી કરી રહી છે, જેથી પૂર જેવી સ્થિતિ સર્જાય તો લોકોને કયા રૂટ પરથી સુરક્ષિત બહાર કાઢી શકાય તેનો સચોટ પ્લાન તૈયાર રાખી શકાય.
    Click here to Read More
    Previous Article
    નગરપાલિકાની બેદરકારીથી બસ ખાડામાં ફસાઈ:​માંગરોળમાં પાઇપલાઇન માટે ખોદાયેલા જોખમી ખાડામાં એસટી બસ ફસાઈ, મુસાફરોના જીવ અધ્ધરતાલ,ભારે અફરાતફરી
    Next Article
    Tech updates (July 2, 2026): Oura Ring Prime Day deals, Huawei Band 11, Phone (4b) RCB edition, more

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment