Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્રના અનેક પંથકમાં ધોધમાર વરસાદ:વેરાવળની બજારો-મંદિરોમાં પાણી ભરાયા, બે બાળક સાથે પિતા ગટરમાં ખાબક્યા, સુત્રાપાડામાં ખેતરો બેટમાં ફેરવાયા, ગોંડલમાં અંડર બ્રિજમાં પાણી ભરાયા

    19 hours ago

    ગુજરાતમાં જુલાઈના પ્રારંભે જ મેઘરાજાએ સૌરાષ્ટ્રભરમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 107 તાલુકામાં મેઘમહેર થઈ છે, જેમાં જૂનાગઢ, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથમાં તોફાની વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં માત્ર ત્રણ કલાકમાં 4 ઇંચ અને ઉના-કોડીનારમાં બે કલાકમાં 1થી 1.5 ઇંચ વરસાદ ખાબકતાં ખેતરો બેટમાં ફેરવાયા છે. એક તરફ નદી-નાળા છલકાઈ જતાં વાવણીલાયક વરસાદથી ધરતીપુત્રોમાં ભારે ખુશીનો માહોલ છે, તો બીજી તરફ વેરાવળના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વેરાવળમાં બે નાના બાળકને સાથે લઈ સાયકલ પર પસાર થઈ જઈ રહેલો એક વ્યક્તિ વરસાદી પાણીમાં ઢંકાઈ ગયેલી ખુલ્લી ગટરમાં અચાનક ખાબક્યો હતો. જેથી બે બાળકો સહિત ત્રણેય ગટરમાં પડ્યા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે, જેના લીધે સ્થાનિક તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગોંડલ શહેરમાં છૂટો છવાયો તો અમુક વિસ્તારોમાં ભારેથી હળવો વરસાદ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી 5 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પવનની ગતિ 40થી 50 કિલોમીટર રહેવાની શક્યતા હોવાથી વહીવટી તંત્રને પણ સજ્જ રહેવા આદેશ અપાયા છે. આ પણ વાંચો, આજે 4 જિલ્લામાં રેડ અને 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, ગાજવીજ-ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્રમાં વરસાદની તસવીરો…
    Click here to Read More
    Previous Article
    વુમન્સ T20 વર્લ્ડ કપની બીજી સેમિફાઈનલ:સતત બે વખતની ફાઈનલિસ્ટ સાઉથ આફ્રિકા સામે ટકરાશે અજેય ઇંગ્લેન્ડ, કેપ્ટન નેટનું પુનરાગમન
    Next Article
    અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો:ચંડોળા તળાવમાં આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા ફાયરિંગ કર્યું, આરોપીના વળતા ફાયરિંગમાં JCP શરદસિંઘલ ઇજાગ્રસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment