Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અફઘાનિસ્તાન સામેની સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર:વૈભવ સૂર્યવંશી T20 ટીમમાં સામેલ, શ્રેયસ અય્યર ફરી કેપ્ટન; 4 ખેલાડીઓને ઈજા છતાં સિલેક્ટ કર્યા

    14 hours ago

    ભારતે અફઘાનિસ્તાન સામે રમાનારી T20 સિરીઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. વૈભવ સૂર્યવંશીને ફરી એકવાર ટીમમાં સ્થાન મળ્યું છે. શ્રેયસ અય્યર જ કેપ્ટન તરીકે જળવાઈ રહ્યો છે, જ્યારે સંજુ સેમસન અને ઈશાન કિશન વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ છે. સિરીઝની પહેલી મેચ 13 સપ્ટેમ્બરે રમાશે. આ સિરીઝના તમામ મુકાબલા નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. AFG સામેની ઈન્ડિયન ટીમ શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી*, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર*, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ*, અર્શદીપ સિંહ અને હર્ષિત રાણા*. 4 ખેલાડીઓનું રમવું ફિટનેસ પર નિર્ભર ટીમ ઈન્ડિયાના ચાર ખેલાડીઓ ફિટનેસ ક્લિયરન્સ મળ્યા બાદ જ રમશે. જેમાં નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ અને હર્ષિત રાણાના નામ સામેલ છે. આ તમામ BCCIના સેન્ટર ઑફ એક્સીલન્સમાં પોતાની ઈજાઓમાંથી રિકવર થઈ રહ્યા છે. અફઘાનિસ્તાન પહેલાથી જ ટીમ જાહેર કરી ચૂક્યું છે ઇબ્રાહિમ ઝદરાન (કેપ્ટન), રહેમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), સેદ્દીકુલ્લાહ અટલ, દરવિશ રસૂલી, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, ગુલબદ્દીન નઇબ, નૂર રહમાન, મોહમ્મદ નબી, રાશિદ ખાન, નાંગ્યાલ ખરોતી, મુજીબ ઉર રહમાન, નૂર અહમદ, ફઝલહક ફારૂકી, નવીન ઉલ હક, અબ્દુલ્લાહ અહમદઝાઈ. રિઝર્વ ખેલાડીઓ: શાહિદુલ્લાહ કમાલ, ફરીદ અહમદ મલિક, ઇજાઝ અહમદઝાઈ. અમે આ સમાચારને સતત અપડેટ કરી રહ્યા છીએ…
    Click here to Read More
    Previous Article
    दिल्ली में राशन दुकानों और वैन के जरिए घूम-घूम बेचा जाएगा 35 रुपये प्याज, 1000 मीट्रिक उपलब्ध कराएगी सरकार
    Next Article
    UP-સહારનપુર PNBમાં 17 કરોડની નકલી નોટો મળી:CCTVમાં હાઉસકીપર પૈસા કાઢતો દેખાયો, 3 અધિકારી સસ્પેન્ડ; RBIની તપાસ ચાલુ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment