Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર બ્રેકિંગ:ગુજરાતના વાઘને હવે ડિસેમ્બરમાં વાઘણનો સાથ મળશે, તખ્તો તૈયાર

    8 hours ago

    દાહોદ જિલ્લાના રતનમહાલ અભયારણ્ય વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષથી કાયમી વસવાટ કરી રહેલા એકાંતવાસી નર વાઘ માટે હવે કુદરતી વંશવૃદ્ધિ અને પુનર્વસનનો આખરી તખ્તો તૈયાર થઈ ગયો છે. વાઘણ લાવવા માટે કેન્દ્ર સરકારની હાઈ-પાવર ટેકનિકલ કમિટી દ્વારા હાથ ધરાયેલા ‘હેબિટેટ આકલન’ અને ‘પ્રેબેઝ સ્ટડી’ બાદ સકારાત્મક અહેવાલ સોંપવામાં આવ્યો છે. જંગલમાં પૂરતો શિકાર, અનુકૂળ ઇકોલોજી અને વન વિભાગની સતત 24 કલાકની મજબૂત સુરક્ષાના આધારે આગામી ડિસેમ્બરના અંત સુધીમાં વાઘણ લાવવાની પ્રક્રિયા પૂર્ણ કરાશે. આ સફળ રીલોકેશનથી ગુજરાતના વન્યજીવ ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાશે અને રાજ્યની ‘ટાઇગર સ્ટેટ’ તરીકેની ઓળખ વધુ મજબૂત બનશે. દાહોદ જિલ્લાના રતનમહાલ અભ્યારણ્ય અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષથી એક નર વાઘ સતત મુવમેન્ટ કરી રહ્યો છે. આ વાઘ સાગટાળા રેન્જથી લઈને મધ્ય પ્રદેશની સરહદ અને છોટાઉદેપુરના કેવડી પાછળના જંગલ વિસ્તારમાં નિયમિત આવન-જાવન કરે છે. આ વાઘ આ રાજ્યમાં કાયમી ધોરણે સ્થાયી થયો હોવાથી તેના કુદરતી વંશવેલાને આગળ વધારવા માટે હવે વાઘણ લાવવાની આવશ્યકતા પર કેન્દ્ર, રાજ્ય સરકાર અને વન વિભાગે વિશેષ ફોકસ કર્યું છે. વાઘના સુરક્ષિત પુનર્વસન માટે ભારત સરકાર દ્વારા રચવામાં આવેલી વિશેષ ટેકનિકલ કમિટી દેહરાદુનથી 27થી 29 સપ્ટેમ્બર દરમિયાન આવી હતી. વાઘણ ક્યાંથી રતનમહાલમાં આવશે તે એનટીસીએ નક્કી કરશે વન્યજીવ સંરક્ષણ અને ખાસ કરીને વાઘના પુનર્વસનની પ્રક્રિયામાં નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી અંતર્ગત રચાતી નિષ્ણાતોની સમિતિ હોય છે. જ્યારે કોઈ વિસ્તારમાં વાઘની સંખ્યા વધે અથવા કોઈ નવા વિસ્તારમાં વાઘ વસાવવાના હોય ત્યારે નિષ્ણાતો દ્વારા જંગલની સ્થિતિ, શિકારની ઉપલબ્ધતા અને સુરક્ષા અંગેનો અહેવાલ તૈયાર કરાય છે અને આ અહેવાલની ચકાસણી એનટીસીએ દ્વારા કરાય છે. આ અહેવાલના આધારે એનટીસીએ દ્વારા તે નક્કી કરવામાં આવે છે કે, કયા સુરક્ષિત જંગલ કે અભયારણ્યમાંથી વાઘ કે વાઘણને પકડીને રતનમહાલ જેવા નવા વિસ્તારમાં રીલોકેટ કરવા.
    Click here to Read More
    Previous Article
    હેગ્લે ઓવલની પીચ પર કિવીઝનો શિકાર કરવા ટીમ ઈન્ડિયા તૈયાર:આજે ન્યૂઝીલેન્ડ સામે પહેલી T20 મેચ, વૈભવના રમવાની સંભાવના નહિવત્; ભુવી 4 વર્ષ પછી કમબેક કરશે
    Next Article
    दलेर मेहंदी के विवाद के बीच मीका सिंह का भाई को सपोर्ट, सुबोध उनियाल का पुराना वीडियो किया शेयर, कहा- पैसा कैश दिया था या चेक से?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment