Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર સમયે પહોંચી વળવા વડોદરા ફાયર વિભાગ સજ્જ:સુરસાગર તળાવમાં બોટ ટેસ્ટિંગ, કટોકટી સમયે જીવ બચાવવા અંગે ખાસ તાલીમ

    1 day ago

    ચોમાસાને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફાયર ડિપાર્ટમેન્ટ અત્યારથી જ સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. શહેરમાં પૂર જેવી આપત્તિજનક સ્થિતિ સર્જાય અથવા તો સ્થાનિક તળાવોમાં કોઈ વ્યક્તિ ડૂબવાની ઘટનાઓ સામે આવે, ત્યારે ઓછામાં ઓછા સમયમાં ક્વિક રિસ્પોન્સ આપી શકાય તે માટે વડોદરાના ઐતિહાસિક સુરસાગર તળાવ ખાતે ખાસ બોટ ટેસ્ટિંગ અને મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. રેસ્ક્યૂ કેવી રીતે કરવું તે અંગેની ઝીણવટભરી ચકાસણી મકરાપુરા જી.આઈ.ડી.સી. ફાયર સ્ટેશન દ્વારા આયોજિત આ મોક ડ્રિલમાં ફાયર વિભાગની અલગ-અલગ ટીમોને સાથે રાખીને પાણીમાં રેસ્ક્યૂ કરવાની કામગીરીની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. આ વિશેષ ડ્રિલ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આપત્તિના સમયે જવાનોની સજ્જતા તપાસવાનો અને સાધનોની કાર્યક્ષમતા ચકાસવાનો હતો. સુરસાગર તળાવ ખાતે ફાયર વિભાગ દ્વારા આ અંગે ખાસ આયોજન કર્યું હતું અને રેસ્ક્યૂ ટીમને પણ ખાસ તાલીમ આપવામાં આવી હતી. બે પ્રકારની અત્યાધુનિક બોટ ઉપલબ્ધ આ મોક ડ્રિલ અંગે વધુ માહિતી આપતા જી.આઈ.ડી.સી. ફાયર સ્ટેશનના સબ ઓફિસર દીપક રાઠવાએ જણાવ્યું કે, ચોમાસા દરમિયાન ઊભી થતી પૂરની પરિસ્થિતિ અથવા કોઈ પણ પ્રકારની કટોકટીના સમયે નાગરિકોનો કિંમતી જીવ બચાવી શકાય તે માટે આ વિશેષ તાલીમ અને ટેસ્ટિંગનું આયોજન કરાયું છે. હાલમાં વડોદરા ફાયર વિભાગ પાસે બે પ્રકારની અત્યાધુનિક બોટ ઉપલબ્ધ છે, જેમાં ઇન્ફ્લેટેબલ રબર બોટ અને ફાઇબર બોટનો સમાવેશ થાય છે. સુરસાગર તળાવમાં આ બંને બોટની સ્પીડ, તેની વજન વહન કરવાની ક્ષમતા અને પાણીના ચાલુ વહેણમાં તેને કેવી રીતે કુશળતાપૂર્વક ઓપરેટ કરી શકાય તેનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ‘દર અઠવાડિયે ફાયર સ્ટેશન પર ટેસ્ટીંગ કરાશે’ ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા દર અઠવાડિયે શહેરના તમામ ફાયર સ્ટેશનો પર સાધનોનું ટેસ્ટિંગ કરવામાં આવે છે, જેથી આપત્તિના સમયે કોઈ પણ ટેકનિકલ ખામી વિના તાત્કાલિક મદદ પહોંચાડી શકાય અને જનજીવન સુરક્ષિત રાખી શકાય. જો કે હવે ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારે આગામી સમયમાં આપત્તિના સમયે કેવી કામગીરી કરવી તે અંગેની તાલીમ આપવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    બાળ વિકાસ વિભાગના પ્રકાશ પંચાલ વયનિવૃત્ત:સહકર્મીઓએ અને ગ્રામજનોએ સન્માનજનક વિદાય આપી
    Next Article
    AMCની RBSK ટીમે ડૉક્ટર્સ ડે ઉજવ્યો:હાટકેશ્વરની ઓમ મુરુગા સ્કૂલમાં આરોગ્ય માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment