Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMCની RBSK ટીમે ડૉક્ટર્સ ડે ઉજવ્યો:હાટકેશ્વરની ઓમ મુરુગા સ્કૂલમાં આરોગ્ય માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

    1 day ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે હાટકેશ્વર સ્થિત ઓમ મુરુગા ઇંગ્લિશ સ્કૂલમાં આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 1 જુલાઈ, 2026ના રોજ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ડૉક્ટર્સના સમાજ પ્રત્યેના અમૂલ્ય યોગદાન, આરોગ્ય જાળવવાના ઉપાયો, સ્વચ્છતા, પોષણ અને નિયમિત આરોગ્ય તપાસ અંગે માર્ગદર્શન અપાયું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આરોગ્ય સંબંધિત માહિતી મેળવી હતી. આ પ્રસંગે RBSK મેડિકલ ઓફિસર ડૉ. જૈમિન પ્રજાપતિએ વિદ્યાર્થીઓને સ્વસ્થ જીવનશૈલી, સમયસર સારવાર અને રોગ નિવારણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. RBSK ફાર્માસિસ્ટ સેલિના ક્રિશ્ચિયને દવાઓના યોગ્ય ઉપયોગ અને આરોગ્ય જાગૃતિ વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત, RBSK ANM મિત્તલ કટારિયાએ વ્યક્તિગત સ્વચ્છતા, પોષણ અને કિશોર આરોગ્ય સંબંધિત મહત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી. શાળાના આચાર્ય વિજેન્દ્રકુમાર જૈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે,"આવા આરોગ્યલક્ષી કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવામાં મદદરૂપ થાય છે. આ કાર્યક્રમ AMCની RBSK ટીમ અને ઓમ મુરુગા ઇંગ્લિશ સ્કૂલના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો."
    Click here to Read More
    Previous Article
    પૂર સમયે પહોંચી વળવા વડોદરા ફાયર વિભાગ સજ્જ:સુરસાગર તળાવમાં બોટ ટેસ્ટિંગ, કટોકટી સમયે જીવ બચાવવા અંગે ખાસ તાલીમ
    Next Article
    સ્ટેટ ઓફ રામધણી, ધાર્યું ધણીનું થાય ફિલ્મની પાયરસી:ગુજરાતી ફિલ્મ ડાઉનલોડ કરી આપતો દુકાનદાર ઝડપાયો, વરાછાના નિલેશ ઢેબરીયાએ ₹20 માં પ્રોડ્યુસરને પેનડ્રાઇવમાં ફિલ્મ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment