Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટેટ ઓફ રામધણી, ધાર્યું ધણીનું થાય ફિલ્મની પાયરસી:ગુજરાતી ફિલ્મ ડાઉનલોડ કરી આપતો દુકાનદાર ઝડપાયો, વરાછાના નિલેશ ઢેબરીયાએ ₹20 માં પ્રોડ્યુસરને પેનડ્રાઇવમાં ફિલ્મ આપી

    1 day ago

    દસ દિવસ અગાઉ જ રિલીઝ થયેલી સ્ટેટ ઓફ રામધણી, ધાર્યું ધણીનું થાય ફિલ્મ ડાઉનલોડ કરી આપી કોપીરાઈટ હક્કોનું ઉલ્લંઘન કરી નિર્માતાઓને આર્થિક નુકશાન પહોંચાડનાર વરાછાના દુકાનદાર સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. વરાછાનાં દુકાનદાર નિલેશ ઢેબરીયાએ નિર્માતાને જ પેનડ્રાઇવમાં માત્ર 20 રૂપિયામાં ફિલ્મ આપી દીધી હતી. બાબા રામદેવપીરના પરચાઓ સંબધે ગુજરાતી ફિલ્મ લખી મળતી માહિતી અનુસાર અમદાવાદ જિલ્લાના બાળવા સ્થિત મહિસાગરપાર્કમાં રહેતા સંદીપ ઓધારભાઈ રબારી ફિલ્મ પ્રોડ્યુસર છે. તેઓ બાબારી ફિલ્મ નામથી પ્રોડ્યુસર તથા લેખક તરીકે કામ કરે છે. તેમણે ફિલ્મ બનાવવા સારૂ ઈન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર એસોસિએશન ખાતેથી મેમ્બરશિપ પણ લીધી છે. સંદીપ રબારીએ બાબા રામદેવપીરના પરચાઓ સંબધે ગુજરાતી ફિલ્મ લખી હતી. 19 જૂને ફિલ્મ રીલિઝ કરાઈ હતી ત્યારબાદ તેમણે તેમના મિત્રો શત્રુધન રઘુભાઈ ભરવાડ, વિષ્ણુ નારણભાઈ રબારી, પુનમ મેરાજભાઈ રબારી, વિષ્ણુ ઓધારભાઈ રબારી અને વિપુ અમરશીભાઈ મંડલી (પ્રજાપતિ) સાથે મળી ફિલ્મ બનાવવાનું શરૂ કર્યું હતું. જાન્યુઆરી/2026માં બાબારી ફિલ્મ પ્રોકડશન હેઠળ અમદાવાદ, રાજસ્થાન, ચાંણોદ, દ્વારકા, સોમનાથ, કાલાવાડ નવા રણુજા વિગેરે અલગ અલગ જગ્યાએ શુટીંગ કરી ફિલ્મ તૈયાર કરી હતી. જેનું નામ સ્ટેટ ઓફ રામાધણી, ધાર્યું ધણીનું થાય એવું રાખવામાં આવ્યું હતું. બાદમાં સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ લઈ આ ફિલ્મ રૂપમ એન્ટરટેઈનમેન્ટ કંપની હસ્તક 19 જૂને રીલિઝ કરવામાં આવી હતી. રીલિઝના 10 દિવસ બાદ ફિલ્મ લીક થઈ હોવાનું જાણવા મળ્યું ફિલ્મ રીલિઝ થયાના દસમાં દિવસે ડિરેક્ટર ભાવેશ ગોરસીયાએ કોલ કરી જણાવ્યું હતું કે, આપણી ફિલ્મ લીક થઈ ગઈ છે એમ કહી એક લિંક મોકલાવી હતી. જેના કારણે સંદીપ રબારીએ આઈટીનું કામ કરતા હેત જોશી મારફત આ લિંક હટાવડાવી દીધી હતી. બાદ ગોરસીયાએ આ ફિલ્મની એમકેવી ફાઈલ મોકલી હતી. આ ફાઈલ બાબતે રબારીએ તપાસ કરતાં તે સુરતમાં વરાછા રોડ ઉપર રચના સોસાયટી પાસે બોમ્બે કોલોની સ્થિત ખોડિયાર મૂવી નામની દુકાનનાં માલિક નિલેશ ઢેબરીયા દ્વારા મોકલાઈ હોવાનું જાણવા મળ્યું હતું. માત્ર 20 રૂપિયામાં ફિલ્મ ડાઉનલોડ કરી આપી રબારીએ તપાસ માટે ઢેબરીયાની દુકાને જઈ સ્ટેટ ઓફ રામાધણી, ધાર્યું ધણીનુ થાય ફિલ્મ ડાઉનલોડ કરી આપવા કહ્યું હતું, નિલેશ ઢેબરીયાએ પેનડ્રાઈવ લઈ માત્ર 20 રૂપિયામાં ફિલ્મ ડાઉનલોડ કરી આપી હતી. કોપી રાઈટ હક્ક વિના ફિલ્મ નિર્માતાઓને આર્થિક નુકસાન પહોંચાડવાના ઈરાદે ફિલ્મ કોપી કરી આપનારા નિલેશ મનુભાઈ ઢેબરીયા (રહે, શિવ દર્શન સોસાયટી, યોગીચોક પાસે, સરથાણા) સામે રબારીએ વરાછા પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી. આ સાથે વરાછા પોલીસે નિલેશની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    AMCની RBSK ટીમે ડૉક્ટર્સ ડે ઉજવ્યો:હાટકેશ્વરની ઓમ મુરુગા સ્કૂલમાં આરોગ્ય માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
    Next Article
    રાજકોટ એરપોર્ટ પર આતંકવાદીઓએ ફ્લાઈટ હાઈજેક કરી:જેલમાં બંધ સાથીઓને નહીં છોડાય તો બ્લાસ્ટની ચિમકી આપી : કમાન્ડોએ પ્લેન ઘેરી લેતા 3 આતંકીઓનું આત્મસમર્પણ, 65 મુસાફરોનો બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment