Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન:મકરપુરાના પેરેડાઇઝ પામ રોડ પર કીચડ અને ખાડાનું સામ્રાજ્ય, વાહન ચાલકો સ્લીપ થતા સીસીટીવી કેમેરામાં કેદ, તંત્ર વહેલી તકે જાગે તેવી માંગ

    2 days ago

    વડોદરાના મકરપુરા હવેલી રોડની બિસ્માર હાલતને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોડ પર કીચડ અને મોટા-મોટા ખાડાઓના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્કૂટર તેમજ કાર ચલાવવામાં ભારે તકલીફ પડતી હોવાની ફરિયાદો સાથે અનેક વાહનચાલકો ખાડાઓમાં પટકાઈ ગયા હોવાના દાવા પણ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ એક મહિલા સ્કૂટર સ્લિપ થતાં ઇજાગ્રસ્ત થઈ હતી. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સ્કૂટરચાલકો અને મહિલાઓ વારંવાર સ્લિપ થઈને પડી જાય છે સ્થાનિક રહીશ કિશોરભાઈ સુથારે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, રોડ પર મોટા-મોટા ખાડા પડી ગયા છે અને તેમાં પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને ચાલવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ ખરાબ રસ્તાના લીધે અનેક સ્કૂટરચાલકો અને મહિલાઓ વારંવાર સ્લિપ થઈને પડી જાય છે. આ ગંભીર સમસ્યા અંગે કોર્પોરેશનને છેલ્લા બે વર્ષથી જાણ કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. કોર્પોરેશન રોડનું વહેલી તકે યોગ્ય સમારકામ કરે અન્ય એક સ્થાનિક રહીશે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, રોડ પર મોટા-મોટા ખાડા ટેકરા પડી ગયા છે અને ચોમાસાના કારણે આ ખાડાઓમાં પાણી ભરાઈ રહે છે. રસ્તાઓની આ બિસ્માર હાલતને લીધે વાહનચાલકો અને રાહદારીઓ માટે અહીંથી પસાર થવું અત્યંત મુશ્કેલ અને અગવડભર્યું બની ગયું છે. સ્થાનિક લોકોએ વહીવટી તંત્ર પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા કોર્પોરેશન સમક્ષ આ રોડનું વહેલી તકે યોગ્ય સમારકામ કરીને કાયમી વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરા નજીક નારિયેળ ભરેલી ટ્રક પલટી:અકસ્માત બાદ લોકો રોડ પર વેરાયેલા નારિયેળ લઈ જતા જોવા મળ્યા
    Next Article
    રીલ બનાવવા ટ્રાફિક ડાયવર્ટ કરી દીધો હોવાથી કાર્યવાહી કરી:વડોદરાના લહેરીપુરા ગેટ નીચે યુવતીનો રીલ અને ફોટોશૂટનો વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી, MS યુનિ.માં અભ્યાસ કરતા 4 યુવક યુવતીને બોલાવીને માફી મંગાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment