Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રીલ બનાવવા ટ્રાફિક ડાયવર્ટ કરી દીધો હોવાથી કાર્યવાહી કરી:વડોદરાના લહેરીપુરા ગેટ નીચે યુવતીનો રીલ અને ફોટોશૂટનો વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી, MS યુનિ.માં અભ્યાસ કરતા 4 યુવક યુવતીને બોલાવીને માફી મંગાવી

    2 days ago

    વડોદરા શહેરના લહેરીપુરા ગેટ નીચે જાહેર રસ્તા વચ્ચે યુવતીનો રીલ અને ફોટોશૂટનો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં શૂટિંગ દરમિયાન સામાન્ય વાહનચાલકો અને રાહદારીઓને અસુવિધા થતી જોવા મળી રહી હતી. સમગ્ર ઘટનાને લઈને જાહેર રસ્તા પર કાયદો હાથમાં લેવાયો હોવાના આક્ષેપો સાથે ટ્રાફિક સુરક્ષા અને નિયમોના પાલન અંગે પણ સવાલો ઊભા થયા હતા. આ મામલે સિટી પોલીસે MS યુનિવર્સિટીના 4 સ્ટુડન્ટને બોલાવીને માફી મંગાવી હતી. યુવકે માફી માંગતા જણાવ્યું હતું કે, 24 જૂનના રોજ અમે સીટીમાં ફરવા નીકળેલા, ત્યારે લહેરીપુરા ગેટની નીચે ફોટોશૂટ કરાવેલું. તે સમયે માંડવી તરફથી આવતા ટ્રાફિકને ઇશારા કરીને અમે ડાયવર્ટ કર્યો હતો. આ બદલ અમે ચારેય જણા દિલથી માફી માંગીએ છીએ અને શર્મિંદા છીએ. ભવિષ્યમાં આવી કોઈ ભૂલ કે વસ્તુ અમારાથી નહીં થાય તેની બાંહેધરી આપીએ છીએ. અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવું કોઈ કૃત્ય તમારે જાહેર જગ્યાઓમાં કરવું નહીં અને કાયદાનું માન-સન્માન જાળવવું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં વડોદરાના લહેરીપુરા ગેટ નીચે આવેલા વ્યસ્ત MG રોડ પર કેટલાક લોકો રીલ અને ફોટોશૂટ કરતા જોવા મળ્યા હતા. જાહેર માર્ગ પર વાહનોની અવરજવર ચાલુ હોવા છતાં શૂટિંગ કરવામાં આવતું હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. વીડિયોમાં એક વ્યક્તિ વાહનચાલકો અને રાહદારીઓને સાઈડમાંથી પસાર થવા માટે સૂચના આપતો જોવા મળતો હતો, જેથી શૂટિંગમાં કોઈ વિક્ષેપ ન પડે. આ દરમિયાન સામાન્ય લોકો અને વાહનચાલકોને થોડો સમય અટક્યા બાદ માર્ગ બદલીને આગળ જવું પડ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી અને MS યુનિવર્સિટીના 4 સ્ટુડન્ટને બોલાવ્યા હતા અને મંગાવી હતી અને ફરી આવું ન કરવાની બાંહેધરી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન:મકરપુરાના પેરેડાઇઝ પામ રોડ પર કીચડ અને ખાડાનું સામ્રાજ્ય, વાહન ચાલકો સ્લીપ થતા સીસીટીવી કેમેરામાં કેદ, તંત્ર વહેલી તકે જાગે તેવી માંગ
    Next Article
    Once key Ratan Tata aide, Mehli Mistry resigns from his firm’s board

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment