Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા નજીક નારિયેળ ભરેલી ટ્રક પલટી:અકસ્માત બાદ લોકો રોડ પર વેરાયેલા નારિયેળ લઈ જતા જોવા મળ્યા

    2 दिन पहले

    પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કેવડિયા-લાડપુર નજીક નારિયેળ ભરેલી એક ટ્રક પલટી મારી હતી. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ટ્રક પલટી મારતા તેમાં ભરેલા નારિયેળ રોડ પર વિખેરાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને રાહદારીઓ મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચ્યા હતા. અકસ્માતને કારણે હાઇવે રોડ પર વાહનોની લાંબી કતારો લાગી હતી, જેના પરિણામે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. માર્ગના બંને તરફ વાહનો અટવાઈ જતાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અકસ્માત બાદ રોડ પર ઢોળાયેલા નારિયેળને લોકો એકત્ર કરીને લઈ જતા પણ જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને ઇમરજન્સી સેવાઓની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તેમણે ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. તાલુકા પોલીસે અકસ્માતના કારણો અંગે વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    જગદીશ વિશ્વકર્માએ વિદ્યાર્થીઓ સાથે કર્યો ખાસ સંવાદ:લીમખેડાના પ્રવાસ દરમિયાન મોટીબાંડીબાર આશ્રમશાળાના બાળકોને પુસ્તકો ભેટ આપીને પ્રોત્સાહિત કર્યા
    Next Article
    વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન:મકરપુરાના પેરેડાઇઝ પામ રોડ પર કીચડ અને ખાડાનું સામ્રાજ્ય, વાહન ચાલકો સ્લીપ થતા સીસીટીવી કેમેરામાં કેદ, તંત્ર વહેલી તકે જાગે તેવી માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment