Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેતપરમાં વોટરપ્રૂફ ઉપવાસી છાવણીનું કામ ચાલું:વરસાદની આગાહી વચ્ચે પૂર્વ તૈયારી; આંદોલન લાંબુ ચાલવાના સંકેત; ખેડૂતો વીજપોલ વળતર માટે મક્કમ

    12 hours ago

    મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપની પાસેથી વીજપોલના પૂરતા વળતર માટે આંદોલન ચાલી રહ્યું છે. સરકારે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી, ત્યારે ખેડૂતોએ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ઉપવાસી છાવણીને વોટરપ્રૂફ બનાવવાનું શરૂ કર્યું છે. ખેડૂતો ખાનગી વીજ કંપની અને સરકાર સામે લડી લેવા મક્કમ જણાઈ રહ્યા છે. તેઓએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. મોરબીના જેતપર ગામ સહિત સમગ્ર ગુજરાતમાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા વીજપોલ ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે. ખેડૂતોની ખેતીની જમીનમાં વીજપોલ ઊભા કરવામાં આવે છે, પરંતુ તેમને અપૂરતું વળતર મળતું હોવાથી રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા ૧૫ દિવસથી જેતપરમાં ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં વીજપોલના વળતર અંગે નવી નીતિ જાહેર થવાની શક્યતા હતી. જોકે, બેઠક બાદ વળતર બાબતે કોઈ નવી નીતિ કે ખેડૂતોની છ માંગણીઓ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આથી, ખેડૂતો હવે સરકાર અને ખાનગી વીજ કંપની સામે લડી લેવાના મૂડમાં છે. વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ઉપવાસી છાવણીને વોટરપ્રૂફ ડોમમાં રૂપાંતરિત કરવાનું કામ આજે સવારથી શરૂ કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    કર્ણાટકની પથ્થરની ખાણમાં ખડક પડ્યો, 8ના મોત:બધા બિહારના રહેવાસી, અકસ્માત સમયે 18 મજૂરો કામ કરી રહ્યા હતા; કર્ણાટકના CMએ દુઃખ વ્યક્ત કર્યું
    Next Article
    કાતરામાંથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો:ધોરણ 12 પાસ અજીત તુવર ગેરકાયદે પ્રેક્ટિસ કરતો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment