Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કર્ણાટકની પથ્થરની ખાણમાં ખડક પડ્યો, 8ના મોત:બધા બિહારના રહેવાસી, અકસ્માત સમયે 18 મજૂરો કામ કરી રહ્યા હતા; કર્ણાટકના CMએ દુઃખ વ્યક્ત કર્યું

    11 hours ago

    કર્ણાટકના બેંગલુરુ સાઉથ તાલુકા વિસ્તારમાં ગુરુવારે સવારે પથ્થરની ખાણમાં 40 ફૂટની ઊંચાઈએથી ખડક પડતાં બિહારના 8 મજૂરોના મોત થયા હતા. અકસ્માત સમયે ખાણમાં લગભગ 18 મજૂરો કામ કરી રહ્યા હતા. આ અકસ્માતમાં અન્ય ઘણા મજૂરો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, ઘાયલોની ચોક્કસ સંખ્યાની પુષ્ટિ હજુ સુધી થઈ નથી. પોલીસ ખડક પડવાના કારણની તપાસ કરી રહી છે ઘટનાની જાણ થતાં જ પોલીસ અને રાહત-બચાવ દળ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. કાટમાળ હટાવવાનું કામ ચાલુ છે. એ પણ જોવામાં આવી રહ્યું છે કે અન્ય કોઈ મજૂર તેની નીચે દટાયેલા તો નથી ને. પોલીસના જણાવ્યા અનુસાર, તમામ મૃતકો દૈનિક મજૂર હતા અને સ્ટોન ક્રશર સાઇટ પર કામ કરી રહ્યા હતા. તમામ મૃતકો બિહારના રહેવાસી હતા. તેમના પરિવારજનોને જાણ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. ખડક પડવાનું કારણ અને ખાણમાં સુરક્ષા ધોરણોના પાલનની તપાસ કરવામાં આવી રહી છે. નજરેજોનારે કહ્યું- પહાડનો ભાગ થોડી જ સેકન્ડમાં ધરાશાયી થઈ ગયો એક્સકેવેટર ચલાવી રહેલા પરશુરામે જણાવ્યું કે કામ શરૂ કરવા માટે તેઓ જેવી ઘટનાસ્થળે પહોંચ્યા અને મશીન ચાલુ કર્યું, ત્યારે જ પહાડનો એક ભાગ ધરાશાયી થઈ ગયો. તેમણે કહ્યું કે હું ચોક્કસપણે કહી શકતો નથી, પરંતુ તે સમયે નીચે લગભગ 18 લોકો કામ કરી રહ્યા હતા. કાટમાળ નીચે દટાયેલા ચાર લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જ્યારે બાકીના હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે. અકસ્માત એટલો અચાનક થયો કે મજૂરોને બચવાનો મોકો જ ન મળ્યો. કર્ણાટકના સીએમએ દુઃખ વ્યક્ત કર્યું કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે ખાણ સંચાલકોની જવાબદારી છે કે તેઓ ત્યાં કામ કરતા મજૂરોની સુરક્ષા સુનિશ્ચિત કરે. તેમણે કહ્યું કે નિયમોનું ઉલ્લંઘન કરતી ખાણો સામે સરકાર કડક અને યોગ્ય કાર્યવાહી કરશે. આ સાથે, દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મજૂરો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા, તેમણે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. --------------- આ સમાચાર પણ વાંચો… કોલકાતામાં નિર્માણાધીન ગોડાઉન ધરાશાયી, 5ના મોત: 20ને બચાવાયા, કાટમાળમાં દટાયેલા મજૂરે કહ્યું- મારો પગ કાપી લો, પણ મને બચાવી લો દક્ષિણ કોલકાતાના તારાતલા ટ્રાન્સપોર્ટ ડેપો પાસે 24 જૂન બપોરે 12:07 વાગ્યે નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થયો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. કાટમાળ નીચે દટાયેલા 20 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી બે ICUમાં છે. અન્ય 18ની હાલત જોખમની બહાર છે.
    Click here to Read More
    Previous Article
    કેતન સાથે સગાઈ, ચેતન સાથે અફેર તો આ ત્રીજું કોણ?:હાથમાં બીયરની બોટલ લઈને ફોન પર કોઈને ગાળો બોલતી સિયાનો નવો વીડિયો વાઇરલ
    Next Article
    જેતપરમાં વોટરપ્રૂફ ઉપવાસી છાવણીનું કામ ચાલું:વરસાદની આગાહી વચ્ચે પૂર્વ તૈયારી; આંદોલન લાંબુ ચાલવાના સંકેત; ખેડૂતો વીજપોલ વળતર માટે મક્કમ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment