Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુકરમુંડા પોલીસે મહારાષ્ટ્રથી આરોપી ઝડપ્યો:લાખોની ઘરફોડ ચોરીનો મુદ્દામાલ ખરીદનાર વૉન્ટેડ પકડાયો

    3 days ago

    તાપી જિલ્લાની કુકરમુંડા પોલીસે લાંબા સમયથી ફરાર એક વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડ્યો છે. આ આરોપી વર્ષ 2025માં થયેલી લાખો રૂપિયાની ઘરફોડ ચોરીનો મુદ્દામાલ ખરીદનાર હતો અને પોલીસને સતત થાપ આપી રહ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, 13 ફેબ્રુઆરી 2025 થી 17 ફેબ્રુઆરી 2025 દરમિયાન કુકરમુંડાના શ્રીરામ ચોક ખાતે રહેતા રવિન્દ્રભાઈ પ્રહલાદભાઈ કુંભારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ચોરોએ દીવાલમાં બાકોરું પાડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને કબાટના લોકરમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ તથા અનાજ-કરિયાણા સહિત કુલ રૂ. 4,47,212/- ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે કુકરમુંડા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે આ ગુનાની તપાસ દરમિયાન અગાઉ કાયદાના સંઘર્ષમાં આવેલા પાંચ બાળકોને અટકાયતમાં લીધા હતા. તેમની પૂછપરછમાં ખુલાસો થયો કે ચોરીનો કેટલોક મુદ્દામાલ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના કુસમાળા ગામના નટવરભાઈ મોહનભાઈ નિકુમને આપવામાં આવ્યો હતો. આ ખુલાસા બાદ પોલીસે નટવરભાઈને વોન્ટેડ જાહેર કર્યા હતા. આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે સતત સ્થળો બદલી રહ્યો હતો. કુકરમુંડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.ડી. દેસાઈ અને તેમની ટીમે બાતમીદારોનું નેટવર્ક સક્રિય કર્યું હતું. ચોક્કસ માહિતીના આધારે, 30 જૂન 2026 ના રોજ પોલીસે વોન્ટેડ આરોપી નટવરભાઈ મોહનભાઈ નિકુમ (ઉં.વ. 26) ને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીના ત્રણ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી ચોરીનો મુદ્દામાલ રિકવર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    માણેકચોકમાં જ્વેલર્સની દુકાનમાંથી 2.80 લાખના દાગીનાની ચોરી:ગ્રાહક બની આવેલા યુવકે મહિલા કર્મચારીની નજર ચૂકવી દાગીના સેરવી લીધા, ચોરીની ઘટના CCTVમાં કેદ
    Next Article
    'ઇમ્પ્રૂવ્ડ વ્હીકલ ચેસિસ' ડિઝાઇનને UKIPO નોંધણી:CVM યુનિવર્સિટીના સંશોધકોએ પૂરથી વાહનો સુરક્ષિત રાખવા વિકસાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment