Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માણેકચોકમાં જ્વેલર્સની દુકાનમાંથી 2.80 લાખના દાગીનાની ચોરી:ગ્રાહક બની આવેલા યુવકે મહિલા કર્મચારીની નજર ચૂકવી દાગીના સેરવી લીધા, ચોરીની ઘટના CCTVમાં કેદ

    3 days ago

    માણેકચોકમાં એક જ્વેલર્સ શોપમાં કસ્ટમર બનીને આવેલા એક યુવકે મહિલા સ્ટાફની નજર ચૂકવીને સોનાના દાગીનાની ચોરી કરી છે. દુકાનના સ્ટોકની ગણતરી કરતી વખતે દાગીનાની ઘટ પડી હતી. જેથી સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા ત્યારે કસ્ટમર બનીને આવેલા શખસે ચોરી કરી હોવાનું દેખાયું હતું. આ અંગે ખાડિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. દુકાનમાં સ્ટોક ગણતરી વખતે દાગીના ઓછા નીકળ્યા વાસણામાં રહેતા 40 વર્ષીય જીગરકુમાર શાહે ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, માણેકચોકમાં જીનેશ્વર જ્વેલર્સ નામની સોનાના દાગીનાની દુકાન તેઓ ચલાવે છે. 30 જૂનના રોજ મહિનો પૂરો થતો હોવાથી તેઓ પોતાની દુકાનમાં દાગીનાનો સ્ટોક ટેલી કરી રહ્યા હતા. ત્યારે ગણતરીના દાગીના ઓછા હતા જેથી તેમણે સીસીટીવી ફૂટેજમાં તપાસ કરી હતી. મહિલા સ્ટાફની નજર ચૂકવી સોનાના દાગીના સેરવી લીધા 26 જૂને બપોરે અંદાજે 12:30 વાગ્યે એક અજાણ્યો યુવક દાગીના ખરીદવાના બહાને જીનેશ્વર જ્વેલર્સમાં આવ્યો હતો. તે સમયે દુકાનમાં નોકરી કરતા મહિલા કર્મચારી આ યુવકને સોનાના કાનના ઝુલા બતાવી રહ્યા હતા. દાગીના જોતી વખતે આ યુવકે મહિલાકર્મીની નજર ચૂકવીને 18 કેરેટના 30 ગ્રામ વજનના સોનાના એક કાનના ઝુલાનું પેકેટ પોતાની પાસે રહેલી બેગમાં મૂકી દીધું હતું. આ પેકેટમાં આશરે 2,80,000ની કિંમતના 20થી 22 નંગ ઝુલા હતા. ચોરી કર્યા બાદ આ યુવકે હું પછી આવીને ખરીદી જઈશ તેમ કહીને ચાલતી પકડી હતી. CCTV ફૂટેજમાં આ સમગ્ર ઘટના કેદ થઈ હતી. પોલીસે યુવક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નિર્ધાર સંસ્થાની તાલીમ બેચ પૂર્ણ:પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. મુંજપરા અને સ્વામી સદાનંદ ઉપસ્થિત રહ્યા
    Next Article
    કુકરમુંડા પોલીસે મહારાષ્ટ્રથી આરોપી ઝડપ્યો:લાખોની ઘરફોડ ચોરીનો મુદ્દામાલ ખરીદનાર વૉન્ટેડ પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment