Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિર્ધાર સંસ્થાની તાલીમ બેચ પૂર્ણ:પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. મુંજપરા અને સ્વામી સદાનંદ ઉપસ્થિત રહ્યા

    3 days ago

    સુરેન્દ્રનગર ખાતે નિર્ધાર સંસ્થા દ્વારા સંચાલિત સીવણ, બ્યુટી પાર્લર અને કોમ્પ્યુટર તાલીમના ૧૩મા બેચની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા અને રાજકોટના શ્રી સિદ્ધ ગાયત્રી શક્તિપીઠના ગાદીપતિ સ્વામી સદાનંદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટ છેલ્લા ૨૭ વર્ષથી સુરેન્દ્રનગરમાં વિવિધ સેવા પ્રકલ્પો હાથ ધરી રહ્યું છે. મહિલાઓના સ્વાવલંબન માટે સંસ્થા સ્વ. ચંદ્રાબેન મધુસુદન શાહ સીવણ તાલીમ કેન્દ્ર, હર્ષાબેન પ્રકાશ કુંવરજી શાહ બ્યુટી પાર્લર તાલીમ કેન્દ્ર અને વિવેક રાજગરીયા પ્રેરિત રાધે શ્યામ કોમ્પ્યુટર તાલીમ કેન્દ્ર ચલાવે છે. આ ત્રિમાસિક બેચની પૂર્ણાહુતિ પ્રસંગે ડો. મહેન્દ્રભાઈ મુંજપરાએ દીપ પ્રાગટ્ય કર્યું હતું, જ્યારે સ્વામી સદાનંદે કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન શોભાવ્યું હતું. આ પ્રસંગે શહેરના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો જેવા કે ચેતનભાઈ ત્રિવેદી (એકલવ્ય સ્કૂલ), જાણીતા લેખક અને ડો. મનોજ પંડ્યા, પ્રજ્ઞાચક્ષુ રીનાબેન જસાણી, એડવોકેટ ધવલભાઈ પાઠક, પ્રશાંતભાઈ ભટ્ટ, અશ્વિનભાઈ પારેખ અને જૈન અગ્રણી રજનીકાંત ખાટડીયા પણ હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોના હસ્તે તમામ તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર તાલીમાર્થીઓને શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહાનુભાવોએ નિર્ધાર સંસ્થાની હકારાત્મક સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરી હતી. તાલીમાર્થી બહેનોએ પણ ત્રણ માસ દરમિયાનના તેમના તાલીમના અનુભવો રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સ્થાપક રાજેશભાઈ રાવલે કર્યું હતું, જ્યારે તેમના સુપુત્ર આનંદ રાવલ અને નિર્ધાર ટીમના બહેનોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    મહેસાણામાં ધો-7માં ભણતી વિદ્યાર્થિનીનો આપઘાત:ઘરની પાસે આવાસના છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી, ચા-નાસ્તો કરી સ્કૂલે જવા નીકળી હતી
    Next Article
    માણેકચોકમાં જ્વેલર્સની દુકાનમાંથી 2.80 લાખના દાગીનાની ચોરી:ગ્રાહક બની આવેલા યુવકે મહિલા કર્મચારીની નજર ચૂકવી દાગીના સેરવી લીધા, ચોરીની ઘટના CCTVમાં કેદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment