Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છના 7 કારીગરોને રાજ્ય કક્ષાના એવોર્ડ માટે પસંદ કરાયા:ભુજોડી-નીરોણા સહિતના કારીગરોને હાથસાળ-હસ્તકલા એવોર્ડથી સન્માનિત કરાશે

    7 hours ago

    કચ્છની પરંપરાગત હાથસાળ અને હસ્તકલાએ ફરી એકવાર રાજ્ય સ્તરે પોતાની ઓળખ બનાવી છે. ગુજરાત સરકારની કુટિર અને ગ્રામોદ્યોગ નીતિ-2016 હેઠળ વર્ષ 2025 માટે હાથસાળ-હસ્તકલા એવોર્ડ જાહેર કરાયા છે. તેમાં કચ્છના સાત કારીગરોને અલગ અલગ કેટેગરીમાં સન્માનિત કરાશે. આ કારીગરોની કલાકૃતિઓમાં કચ્છની સમૃદ્ધ પરંપરા અને સર્જનાત્મકતા જોવા મળે છે.હાથસાળ અને હસ્તકલા ક્ષેત્રે સારું કામ કરનારા કારીગરોને પ્રોત્સાહન આપવા માટે આ પસંદગી પ્રક્રિયા થઈ હતી. રાજ્યભરમાંથી કુલ 15 કારીગરોની પસંદગી કરાઈ છે. તેમાંથી 11 કારીગરોને રાજ્ય કક્ષાના અને ચાર કારીગરોને ઝોન કક્ષાના એવોર્ડ મળશે. રાજ્ય કક્ષાના પુરસ્કારોમાં કચ્છના સુનીલ દિર્નેશ મંગરિયાને ટેક્સટાઇલ ક્ષેત્રની હાથવણાટ ક્રાફ્ટના ‘સ્ટોલ’ માટે પહેલો એવોર્ડ મળ્યો છે. કચ્છી એમ્બ્રોઇડરીના સુંદર વોલપીસ માટે પ્રિયા મંગલ સંજોટને બીજો એવોર્ડ મળશે.કચ્છની માટી અને પરંપરાગત કલાને આધુનિક રીતે રજૂ કરનાર પૂજા નવીનભાઈ ચૌહાણને મડ મિરરવર્ક ક્રાફ્ટના ‘સર્જન ધ ક્રિએશન’ માટે પહેલો એવોર્ડ મળશે. મહિલા કારીગર કેટેગરીમાં મશરૂ વણાટના સ્ટોલ માટે પૂજા શંકર ધોરિયાની પસંદગી થઈ છે. યુવા કારીગર કેટેગરીમાં લુડિયા વૂડ કાર્વિંગની ‘હાથકોતરણી ઝરૂખો’ કૃતિ માટે વિજય જેમલ મારવાડાને એવોર્ડ મળશે. લુપ્ત થતી કલા કેટેગરીમાં કચ્છી ટાંગલિયા શાલ માટે જિતેન્દ્ર મગનભાઈ ધેયડાને પણ એવોર્ડ અપાશે. આ સિવાય, ઝોન કક્ષાએ કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનમાંથી રોગાન આર્ટની ‘ટ્રી ઓફ લાઇફ’ કૃતિ માટે અબ્દુલહમીદ આરબ ખત્રીની પસંદગી થઈ છે. આ સન્માનથી કચ્છની પરંપરાગત કલાઓને નવી ઓળખ મળશે અને સ્થાનિક કારીગરોને પણ પ્રોત્સાહન મળશે.
    Click here to Read More
    Previous Article
    કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ:ટંકારામાં બોલેરોમાંથી 1,248 બોટલ દારૂ ઝડપાયો, બે આરોપીની ધરપકડ
    Next Article
    શું હવે મોહસિન નકવી પાસેથી ટ્રોફી લેશે ભારત:ભારતીય મહિલા ટીમ એશિયા કપ જીતવા માટે દાવેદાર; ગયા વર્ષે કેપ્ટન સૂર્યાએ ઇનકાર કર્યો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment