Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    44 તાલુકામાં મેઘમહેર, સુરતમાં રસ્તાઓ ભૂગર્ભમાં ધસ્યા:દ્વારકામાં હાઈ એલર્ટ, દરિયામાં 11 ફૂટ ઊંચા મોજા ઉછળશે, વેરાવળના શિવ મંદિરમાં પાણી ઘૂસ્યા

    4 days ago

    ગુજરાતમાં વરસાદને લઈ જૂન મહિનો નિરાશાજનક રહ્યા બાદ જુલાઈના પ્રારંભે જ મેઘરાજાએ જમાવટ કરી દીધી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 107 તાલુકમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 7.99 ઇંચ ખાબક્યો છે. જૂનાગઢ, નવસારી, રાજકોટ, અમરેલી સહિતના જિલ્લામાં પણ ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ જળબંબાકારના દૃશ્યો જોવા મળ્યા હતા. રાજુલાની રાયડી નદીમાં ઘોડાપૂર આવતા 35 બકરા અને મહિલાઓ તણાયા હતા. જોકે, મહિલાઓને સ્થાનિકોએ બચાવી લીધી હતી. આજે સવારના 6થી 10 વાગ્યા સુધીમાં 44 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં ગીર સોમનાથના સુત્રાપાડામાં સૌથી વધુ 2.80 ઇંચ પડ્યો છે. વિશ્વવિખ્યાત સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર નજીક ગોઠણ સુધીના વરસાદી પાણી ભરાતા યાત્રિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ સુરતના ડીંડોલી વિસ્તારમાં આજેપણ લગભગ 40 મીટર રોડ બેસી ગયો હતો, જેમાં એક ટેન્કર ભૂવામાં ફસાયું હતું. મોત સમાન ખાડાને પગેલ લોકોમાં રોષ જોવા મળ્યો. હવામાન વિભાગ દ્વારા 5 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જારી કર્યું છે. આજે ચાર જિલ્લામાં રેડ એલર્ટ અને પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના મતે પવનની ગતિ 40થી 50 કિમીની રહેશે અને વીજળી પડવાની શક્યતા પણ રહેશે. ગઈકાલની જેમ અમદાવાદમાં આજે પણ એકથી બે વખત વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડવાની શક્યતા છે. ગુજરાતના વરસાદની તસવીરો…
    Click here to Read More
    Previous Article
    કેતન સાથે સગાઈ, ચેતન સાથે અફેર તો આ ત્રીજું કોણ?:પબમાં હાથમાં બીયરની બોટલ લઈને ફોન પર ગાળો બોલતી સિયાનો વીડિયો વાઇરલ
    Next Article
    મહેસાણામાં ધો-7માં ભણતી વિદ્યાર્થિનીનો આપઘાત:ઘરની પાસે આવાસના છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી, ચા-નાસ્તો કરી સ્કૂલે જવા નીકળી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment