Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ઇમ્પ્રૂવ્ડ વ્હીકલ ચેસિસ' ડિઝાઇનને UKIPO નોંધણી:CVM યુનિવર્સિટીના સંશોધકોએ પૂરથી વાહનો સુરક્ષિત રાખવા વિકસાવી

    3 days ago

    આણંદના સંશોધકોએ એક નવીન વાહન ચેસિસ ડિઝાઇન વિકસાવી છે, જે પૂરગ્રસ્ત વિસ્તારોમાં વાહનોને વધુ સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવવામાં મદદરૂપ થશે. આ સંશોધનને હવે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે, જે ચોમાસામાં પાણીમાં ફસાઈ જતા વાહનોની સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. જી. એચ. પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી, સીવીએમ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા વિકસાવવામાં આવેલી "ઇમ્પ્રૂવ્ડ વ્હીકલ ચેસિસ' ડિઝાઇન ફોર ફ્લડ પ્રોટેક્શન"ને યુનાઇટેડ કિંગડમ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓફિસ (UKIPO) દ્વારા યુકે રજિસ્ટર્ડ ડિઝાઇન (નં. 6526026) તરીકે નોંધણી આપવામાં આવી છે. આ પેટન્ટ નોંધણી 16 જૂન, 2026ના રોજ કરવામાં આવી હતી. આ સંશોધન ડૉ. રવિ વી. ગાંધી, ડૉ. સૌરીન શેઠ, પથિક પટેલ, ડૉ. અમલાન દાસ, પૂર્ણાંક ભટ્ટ, કાવ્ય શેઠિયા તેમજ સહયોગી સંશોધક ડૉ. શ્રીજી વી. ગાંધીના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે. સંશોધકોના જણાવ્યા મુજબ, વાહનના ચેસિસમાં કરવામાં આવેલા સુધારાઓને કારણે પૂર જેવી પરિસ્થિતિમાં વાહનની સ્થિરતા, સુરક્ષા અને કામગીરીમાં વધારો થઈ શકે છે. વધતી અતિવૃષ્ટિ અને આબોહવા પરિવર્તન વચ્ચે આવી ટેક્નોલોજી ભવિષ્યમાં આપત્તિ વ્યવસ્થાપન માટે ઉપયોગી બની શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ડિઝાઇન માત્ર ટેક્નિકલ સિદ્ધિ નથી, પરંતુ સમાજને ઉપયોગી બને તેવા સંશોધનનું ઉત્તમ ઉદાહરણ પણ છે. પ્રયોગશાળામાં જન્મેલો આ વિચાર આવનારા સમયમાં પૂરપ્રવણ વિસ્તારોમાં લાખો વાહનચાલકો માટે સુરક્ષાનું નવું કવચ બની શકે છે. આ સિદ્ધિ સાથે જી. એચ. પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી અને સીવીએમ યુનિવર્સિટીએ વૈશ્વિક સંશોધન ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સર કર્યું છે. સંસ્થાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સમગ્ર શૈક્ષણિક પરિવારે તમામ સંશોધકોને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ સમાજલક્ષી સંશોધનો દ્વારા દેશનું ગૌરવ વધારવાની શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    કુકરમુંડા પોલીસે મહારાષ્ટ્રથી આરોપી ઝડપ્યો:લાખોની ઘરફોડ ચોરીનો મુદ્દામાલ ખરીદનાર વૉન્ટેડ પકડાયો
    Next Article
    "Reading Too Much Into It...": At NDTV's Indo-Japan Summit, Piyush Goyal On US' Pacific Command Move

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment