Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલાઓમાં વજાઇનલ ટ્રીટમેન્ટનો નવો ક્રેઝ:મેરેજ એનિવર્સરી આવતી હોવાથી પતિને ગિફ્ટ આપવા પત્નીએ સારવાર કરાવી, નાના શહેરોમાંથી પણ સામે આવ્યા કિસ્સા

    13 घंटे पहले

    બદલાતા સમય સાથે મહિલાઓ હવે માત્ર ફેસ ગ્લો કે ફિટનેસ પૂરતી મર્યાદિત નથી રહી પરંતુ પોતાની સેક્સ્યુઅલ લાઇફ અને આત્મવિશ્વાસને બૂસ્ટ કરવા માટે પણ જાગૃત બની છે. ચહેરાની ટ્રીટમેન્ટની જેમ જ હવે મહિલાઓમાં વજાઇનલ અને ટાઇટનિંગ ટ્રીટમેન્ટનો ટ્રેન્ડ વધ્યો છે. ફક્ત હાઇ ક્લાસ સોસાયટીની મહિલાઓ જ નહીં પરંતુ મિડલ ક્લાસ મહિલાઓ પણ આ ટ્રેન્ડ તરફ વળી છે. પાલનપુર, રાપર અને દાહોદ જેવા દૂરના શહેરોમાંથી પણ કલાકોની મુસાફરીને મહિલાઓ અમદાવાદ આવીને આ ટ્રીટમેન્ટ લે છે. દિવ્ય ભાસ્કરે સેક્સોલોજિસ્ટ ડૉ. પારસ શાહ, સિનિયર ગાયનેકોલોજિસ્ટ ડૉ. અર્ચના શાહ અને પ્લાસ્ટિક સર્જન ડૉ. અર્થ શાહ પાસેથી આ ટ્રીટમેન્ટ વિશે માહિતી મેળવી હતી સાથે જ તેમની પાસે આવતા કિસ્સાંઓ પણ જાણ્યા હતા. શરૂઆત કેટલાક કિસ્સાઓથી. કિસ્સો 1 હમણાં જ થોડા દિવસ પહેલાં ઉત્તર ગુજરાતના એક ગામમાંથી કપલ આવ્યું હતું. જેમાં પત્નીએ વજાઇના ટાઇટનિંગ અને હાયમનોપ્લાસ્ટી કરાવી. તેમની મેરેજ એનિવર્સરી આવતી હતી અને પત્ની વજાઇના ટાઇટ કરીને લાઇફ ફરી શરૂ કરી પતિને ગિફ્ટ આપવા માંગતી હતી. કિસ્સો 2 એક નાના ગામમાંથી આવેલી મહિલાએ હાયમનોપ્લાસ્ટી અને વજાઇનલ ટાઇટનિંગ કરાવ્યું હતું. 3-4 મહિનામાં એના લગ્ન થવાના હતા. આવા કિસ્સામાં ઘણી વખત સ્ત્રીઓ બધી વાત ગુપ્ત રાખે છે, પરિવાર સાથે પણ શેર નથી કરતી. એમની રિક્વાયર્મેન્ટ ઘણીવાર સાયકોલોજિકલ હોય છે. કારણ કે નાના સેન્ટરમાં હજુ પણ ફર્સ્ટ નાઇટમાં બ્લડ ન નીકળે તો દીકરીની જિંદગી બગડી જાય છે. ડૉક્ટરે આવી જ એક સર્જરી હમણાં કરી હતી. અમદાવાદના એક અંતરિયાળ ગલી મહોલ્લામાં રહેતી દીકરીને તેના પતિએ પૂછ્યું હતું કે તુ વર્જીન છે? જોકે દીકરીને કોઇ રિલેશનશિપ હશે. જેથી એ વર્જીન નહોતી. તેના પતિના મગજમાં હતું કે તુ વર્જીન નહીં હોય તો આપણાં રિલેશન પર અસર થશે. જેથી તે દીકરી ટ્રીટમેન્ટ કરાવવા આવી હતી. કિસ્સો 3 પહેલા 45 વર્ષની એક સ્ત્રી એકલી ડૉક્ટર પાસે ગઇ હતી. જેના પછી તેના પતિ સાથે ગઇ.પત્નીનું એવું કહેવું હતું કે મારા પતિને સેક્સમાં તો રસ છે પરંતુ મારી સાથે સબંધ રાખવામાં બિલકુલ રસ નથી રહેતો. અમારે એકબીજા સાથે ઘણા સારા સબંધો છે પણ સેક્સ્યુઅલ લાઇફ બિલકુલ ડલ થઇ ગઇ છે. પહેલા અઠવાડિયામાં 2 વાર રિલેશન બાંધતા હતા પણ હવે એક મહિનો કે 15 દિવસ થઇ જાય તો પણ મારા પતિ મારી પાસે આસપાસ ફરકતા નથી. મેં જ્યારે પતિને પૂછ્યું તો તેમનું કહેવું હતું કે પહેલા જેવી મજા નથી આવતી. જ્યારે ડૉક્ટરે પત્નીની તપાસ કરી તો ખબર પડી કે તેમને 2 નોર્મલ ડિલીવરી થયેલી હતી. એ પછી ગાયનેકોલોજિસ્ટે તેમને કોઇ કસરત કરવાનું કહ્યું નહોતું. જેના કારણે પતિ સંબંધ બાંધે ત્યારે પકડ નહોતી આવતી. જ્યારે તેમને આ ટ્રીટમેન્ટ વિશે કહેવાયું ત્યારે તે પોતાના પતિને સાથે લઇને આવી. ટ્રીટમેન્ટ લીધા બાદ બન્ને ઘણા ખુશ છે. કિસ્સો 4 42 વર્ષની સિંગલ મહિલા પાર્ટીમાં જતી. 2થી 3 વાર એવું બન્યું કે પાર્ટીમાં તેને નાની છીંક આવે કે જોરથી હસી જાય તો પણ યુરિનના 2-4 ડ્રોપ લીક થઇ જતાં હતા. જેથી તેમના શરીરમાંથી વાસ આવતી હતી. આ કારણે તેના મિત્રો આસપાસ ઊભા પણ નહોતા રહેતા. આ સ્થિતિથી મહિલા અનકમ્ફર્ટેબલ ફિલ કરતી હતી, આત્મવિશ્વાસ ગુમાવી ચૂકી હતી. તેને પાર્ટીમાં જવાની ઘણી ઇચ્છા થતી પણ તે જઇ નહોતી શકતી. છેવટે તેણે વજાઇનલ રિજુવેનેશન ટ્રીટમેન્ટ કરાવી અને 3 સિટિંગમાં ફાયદો થઇ ગયો. કિસ્સો 5 ચાલીસીમાં પહોંચેલી દિલ્હીની એક મહિલાને પ્રાઇવેટ પાર્ટમાં દુખાવો અને બળતરા થતી હતી. રાત્રે બરફ લગાવવો પડે તે હદે બળતરા થતી હતી. તે ઊંઘી નહોતી શકતી. તેણે દિલ્હીમાં ઘણા ડૉક્ટર્સ અને ગાયનેકોલોજિસ્ટ્સને બતાવ્યું હતું. પહેલા તેનું અમદાવાદના ડૉક્ટર સાથે ઓનલાઇન કન્સલ્ટેશન થયું. બીજા દિવસે તે મહિલા અમદાવાદ આવી. જેને લેઝર ટ્રીટમેન્ટ આપી. સાથે જ સાયકોલોજિકલ સપોર્ટ માટે કાઉન્સેલર પાસે મોકલ્યા. આ વાતને 10 દિવસ થયા છે. અત્યારે એ મહિલા એક સિટિંગથી જ ખુશ છે. કિસ્સો 6 ડૉક્ટર પાસે 42 વર્ષ આસપાસની એક ડાન્સર આવી હતી. એ ડાન્સ કરે ત્યારે એને એક બે ડ્રોપ યુરિન લીક થઇ જતું હતું. તેણે કહ્યું મારે ડાયપર કે પેડ્સ રાખવા પડે છે. તેને આ ટ્રીટમેન્ટ આપી. જેના 3 સિટિંગ્સ થઇ ગયા છે. હવે તેના પરિણામથી તે ખુશ છે. વજાઇનલ ટ્રીટમેન્ટ એટલે શું? લગ્નના અમુક વર્ષો થયા હોય, નોર્મલ ડિલિવરી થઇ હોય ત્યારે વજાઇનાની ઇલાસ્ટિસિટી થોડી લુઝ થઇ જાય છે. આવા સમયે કપલ સંબંધ બાંધે ત્યારે પતિને પૂરતો સંતોષ નથી મળતો. બન્નેને એવું લાગે કે પૂરતો આનંદ નથી મળતો. જેથી વજાઇના ટાઇટનેસ માટે મહિલા આ ટ્રીટમેન્ટ કરાવે છે. પહેલાના સમયમાં આવી ટ્રીટમેન્ટ નહોતી. જેથી ડૉક્ટર્સ કિગલ એક્સર્સાઇઝ કરવા માટે કહેતા હતા. ડૉ. પારસ શાહ કહે છે કે, કોઇપણ વ્યક્તિ દિવસમાં વધુમાં વધુ 100થી 150 વખત કિગલ એક્સર્સાઇઝ કરી શકે તેનાથી વધુ કરવી શક્ય નથી. લેઝર ટ્રીટમેન્ટ અને હાયફેમ ચેરના કારણે વજાઇનલ મસલ્સ પાછા નોર્મલ સ્થિતિમાં લાવી શકાય છે. હાયફેમ ચેરમાં અડધો કલાકમાં 12 હજાર વાર કીગલ એક્સર્સાઇઝ થતી હોય છે. જેના કારણે વજાઇનલ મસલમાં સ્ટ્રેન્થ પાછી આવે છે અને તે ટાઇટ થાય છે. એ જ રીતે લેઝર ટ્રીટમેન્ટમાં પણ ફાયદો મળે છે. આજે સ્ત્રીઓ જે રીતે ફેસિયલ કરાવવા જાય છે તે રીતે ખુલીને વજાઇના ટ્રીટમેન્ટ કરાવવા આવે છે. ગામડાંની સ્ત્રીઓ પણ આ ટ્રીટમેન્ટ કરાવે છે આ ટ્રીટમેન્ટ માટે ફક્ત હાયર રીચ ક્લાસની કે રીચ ક્લાસની મહિલાઓ જ આવે છે તેવું નથી. ડૉ. પારસ શાહ જણાવે છે કે, સમાજના દરેક ક્લાસમાંથી મહિલાઓ આવે છે. શહેરની સ્ત્રીઓ પણ આવે છે અને ગામડાંની છેવાડાની સ્ત્રીઓ પણ આ ટ્રીટમેન્ટ કરાવવા આવે છે. આ જ મુદ્દે વાત કરતા ડૉ. અર્થ શાહે કહ્યું કે, અમે જ્યારે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી ત્યારે એમ હતું કે અમારા પેશન્ટ મોટા શહેર કે અમુક ક્લાસમાંથી જ આવશે પરંતુ યુપી, બિહાર, ઝારખંડ અને નાના ગામડાંમાંથી પણ પેશન્ટ આવે છે. અમારી પાસે દર મહિને 8 થી 10 ઇન્ક્વાયરી, સર્જરી આવે છે. નાના ટાઉન અને ગામડામાંથી લોકો આવે ત્યારે અમને થાય છે કે આ લોકો પાસે આ માહિતી ક્યાંથી પહોંચી. લેઝર ટ્રીટમેન્ટથી દુખાવો નથી થતો ડૉ. પારસ શાહ પાસે દર મહિને ઓછામાં ઓછી 100થી વધુ ઇન્ક્વાયરી આવે છે. જેમાંથી 50 થી વધુ પેશન્ટને ટ્રીટમેન્ટ અપાય છે. તેમણે કહ્યું કે, આ ટ્રીટમેન્ટમાં અડધો કલાકથી કલાક જેટલો સમય લાગે છે. હાયફેમ ચેરમાં બેસીને 3 સિટિંગ કરવા પડે છે. દરેક સિટિંગ અડધો કલાકનો હોય છે. અઠવાડિયામાં 2 વાર આવવું પડે છે. લેઝર ટ્રીટમેન્ટના પણ 2થી 3 સિટિંગ હોય છે જેમાં પણ અડધો કલાકનો સમય લાગે છે. આ બન્ને વસ્તુ એકદમ દુખાવા રહિત છે. મહિલાઓ વજાઇનલ ટ્રીટમેન્ટ તરફ કેમ વળી? આ ટ્રેન્ડ વધવા પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે, દિવસેને દિવસે વધુમાં વધુ સ્ત્રીઓ આની ઇન્ક્વાયરી કરે છે અને ટ્રીટમેન્ટ માટે આગળ આવે છે. આ ટ્રેન્ડ છેલ્લા ઘણા સમયથી ચાલે છે. કોઇ સ્ત્રી આવીને સમસ્યા કહે તો એવા કોઇ સાધનો નહોતા પણ ફક્ત કીગલ એક્સર્સાઇઝ હતી પણ છેલ્લા દોઢ બે વર્ષમાં લેઝર મશીન આવ્યા છે. એ ઘણા અસરકારક મશીનો છે. જેનાથી આ ટ્રીટમેન્ટ ઘણી સરળ થઇ ગઇ છે અને ટ્રેન્ડ પણ વધી રહ્યો છે. સેક્સ્યુઅલ પ્લેઝરમાં વધારો કરતી ટ્રીટમેન્ટ સિનિયર ગાયનેકોલોજિસ્ટ ડૉ. અર્ચના શાહ આ ટ્રીટમેન્ટ બાદના ફાયદા જણાવે છે. તેમણે કહ્યું, ઘણી બહેનોમાં 30-35 વર્ષ પછી વજાઇનલ લેક્સિટી જોવા મળે છે. જેના કારણે સેક્સયુલ પ્લેઝર, હસબન્ડ સાથે રિલેશનમાં પ્રોબ્લેમ થાય. માઇલ્ડ યુરિનરી લીકેજ પણ ચાલુ થઇ જાય છે. આવી બહેનોને બન્ને સમસ્યા એકસાથે થાય તો તે આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે.આ ટ્રીટમેન્ટ કરાવ્યા પછી પાર્ટનર સાથે સેક્સ્યુઅલ પ્લેઝર ઇમ્પ્રુવ થાય. યુરિનરી લિકેજની સમસ્યામાં 1 કે 2 સિટિંગમાં જ ફેર પડવા લાગે. વજાઇનલ ટ્રીટમેન્ટ 2 પ્રકારે થાય છે. એક પ્રકાર લેઝર ટ્રીટમેન્ટનો છે જ્યારે બીજો પ્રકાર સર્જરીનો છે. લેઝર ટ્રીટમેન્ટની વાત કરતાં ડૉ. અર્ચના શાહે કહ્યું કે, વજાઇનલ રિજુવનેસ માટે ફ્રેક્શનલ CO2 લેઝર વાપરીએ છીએ. એક લેઝર મશીનમાં આગળ એક વજાઇનલ પ્રોબ આવે છે. જે ઇન્સર્ટ કરીને વજાઇનલ વોલ પર લેઝર શોટ્સ અપાય છે. જેમાં આશરે 20 મિનિટ થાય છે. પેશન્ટ આ ટ્રીટમેન્ટ કરાવીને તરત ઘરે કે ઓફિસે જઇ શકે છે. હાયફેમ ચેર શું કામ કરે છે? વજાઇના ટાઇટનિંગ અંગે વાત કરતા ડૉ. અર્થ કહે છે કે, ફેસ, બ્રેસ્ટ અને બોડી ટાઈટનિંગ હોય એ રીતે જ વજાઇના ટાઇટનિંગ થાય છે. પ્રેગનન્સી બાદ એરિયા મોટો થઇ જાય પછી સર્જિકલી ટાઇટ કરવામાં આવે છે. જેને વજાઇનલ ટાઇટનિંગ સર્જરી કહેવાય છે. હાયફેમ ચેર નોન સર્જિકલ ટ્રીટમેન્ટ માટે યુઝ થાય છે. ઘણી ફિમેલને પોસ્ટ પ્રેગનન્સી યુરિન લીક થતું હોય છે અથવા તો એક ઉંમર પછી જો તે જોરથી ખાંસી કે છીંક ખાય કે હસે ત્યારે પણ યુરિન લીક થતું હોય છે. જેથી તે એરિયા ભીનો રહે છે અને ઇન્ફેક્શનના ચાન્સ રહે છે. આ ભાગને ટાઇટ કરવાનું કામ હાયફેમ ચેર કરે છે. લંચ બ્રેક પૂરો થાય તે પહેલાં જ ટ્રીટમેન્ટ પૂરી થઇ જાય યુવતીઓ અને મહિલાઓ 2 પ્રકારની ટ્રીટમેન્ટ કરાવવા માટે આવે છે. ડૉ. પારસ શાહે કહ્યું કે, ઘણીવાર એવા પણ કિસ્સા બને છે કે કોઇ છોકરીની ઉંમર 28ની આસપાસ હોય. કુંવારી હોય અને સેક્સ્યુઅલી એક્ટિવ હોય. ઘણા સાથે સંબંધ બાંધ્યા હોય. જેથી લગ્ન થવાના હોય ત્યારે તેના મનમાં ડર હોય છે કે મારી વજાઇના લેક્સ (પહોળી) થઇ ગઇ હશે અને પતિને ખબર પડી જશે કે મારે પહેલા કોઇની સાથે સબંધ હતા કે નહીં તો? આવી યુવતીઓ 2 ટ્રીટમેન્ટ કરાવવા આવે છે. એક ટ્રીટમેન્ટ હાયમન રિકન્સ્ટ્રક્શનની છે. (પાતળો બારીક પડદો જે પહેલીવારના સંબંધ વખતે તૂટી જાય છે. જરૂરી નથી કે ફક્ત સેક્સના કારણે જ તૂટે. દોરડા કૂદવાથી, સાયકલિંગ કરવાથી કે ઘોડેસવારી કરતી વખતે પણ તૂટી શકે) બીજી ટ્રીટમેન્ટ વજાઇનલ રિજુવેનેશનની કરાવે છે. આવા કિસ્સાઓનું પ્રમાણ થોડું ઓછું છે. 2 મહિને એક સ્ત્રી આવી ટ્રીટમેન્ટ કરાવે છે. આ ટ્રીટમેન્ટનો સૌથી મોટો ફાયદો એ છે કે તે OPD છે. જેથી સ્ત્રી ચાલતા ચાલતા આવે અને ટ્રીટમેન્ટ કરાવીને પાછી ચાલતી જતી રહે. ઓફિસના લંચ અવરમાં આવે અને બ્રેક પૂરો થાય ત્યાં સુધીમાં ટ્રીટમેન્ટ પૂરી થઇ જાય છે. લેઝર ટ્રીટમેન્ટ મશીન અને ટ્રીટમેન્ટના ચાર્જ વિશે વાત કરતાં ડૉ.અર્ચના શાહે કહ્યું કે, અલગ અલગ પ્રકારના અને અલગ અલગ કંપનીના મશીન આવે છે. કઇ ટેકનોલોજી છે, કેવા મશીન છે એ પ્રમાણે જુદા જુદા ડૉક્ટર અલગ અલગ ચાર્જ કરે છે. મસલ લૂઝ થઇ જાય તો પરિણામ ન પણ મળે જ્યારે ડૉ. અર્થે જણાવ્યું કે, આ ટ્રીટમેન્ટ કરાવો ત્યારે ધ્યાન રાખો કે પોસ્ટ પ્રેગનન્સી આનો કોઇ રોલ હોતો નથી. લેઝર ટ્રીટમેન્ટમાં કોઇ વાંધો નથી આવતો પણ જો મસલ લૂઝ થઇ ગયા હોય તો ઘણીવાર પરિણામ નથી મળતું. સર્જિકલ ટ્રીટમેન્ટમાં પેશન્ટને અઠવાડિયું કે 10 દિવસ સુધી દુખાવો રહી શકે. સર્જરીમાં ટ્રીટમેન્ટ પ્રમાણે ખર્ચ થાય છે. સર્જિકલ ટ્રીટમેન્ટ એક વાર કરાવ્યા બાદ વાંધો નથી આવતો. ફરી પ્રેગનન્સી થાય એ અલગ વાત છે. એનેસ્થેશિયા આપીને સર્જરી ટ્રીટમેન્ટ કરાય છે. જેથી પેશન્ટને કંઇ ખબર પણ નથી પડતી. આ ટ્રીટમેન્ટ સુરક્ષિત છે અને માહિતી કોન્ફિડેન્શિયલ હોય છે. આ ટ્રીટમેન્ટ માટે 18-19 વર્ષથી લઇને 60 વર્ષની ઉંમર સુધીની મહિલાઓ આવે છે. વજાઇનલ ટાઇટનિંગ માટે કોણ આવે છે? તેઓ આગળ કહે છે કે, આજના સમયમાં ડિવોર્સનો રેટ ઘણો વધ્યો છે. યુવતી જ્યારે બીજીવાર લગ્ન કરે ત્યારે તેને પણ એમ હોય કે હું સરસ દેખાઉ. મારા ફ્યૂચર પતિની સાથે સારા સંબંધ રહે. બીજીવાર લગ્ન કરે તે પહેલાં ઘણી મહિલા વજાઇનલ ટાઇટનિંગ માટે આવે છે. ઘણા કિસ્સામાં લગ્ન પહેલાં, બીજા લગ્ન પહેલાં અથવા તો બાળકના જન્મ પછી આવી સર્જરી કરાવવા માટે મહિલા આવે છે. આમાં કોઇ ફોલો અપ કે પેઇન હોતું નથી. આ ટ્રીટમેન્ટ ટીનેજર માટે નથી ડૉ. અર્ચના શાહના મતે, આ ટ્રીટમેન્ટ કરાવતી મહિલાઓ સામાન્ય રીતે 35 વર્ષથી મોટી ઉંમરની હોય છે. આ સમસ્યા પાછળ બાળકનો જન્મ અને વધતી ઉંમર આ 2 કારણો છે. 60 વર્ષની મહિલાને વજાઇનામાં ઘણી બળતરા થતી હતી. તેમણે ઘણી ટ્રીટમેન્ટ કરાવી પણ કોઇ ફેર નહોતો પડ્યો. જેને લેઝર ટ્રીટમેન્ટ આપી હતી. લેઝર સેશન પછી સેક્સ્યુઅલ એક્ટિવિટી એક અઠવાડિયા બાદ શરૂ કરવાનું અમે કહીએ છીએ. આ ટ્રીટમેન્ટ માટે યંગ ગર્લ્સ કે ટીનેજરને અમે ના પાડીએ છીએ. આના પરથી એક વાત સ્પષ્ટ છે કે વજાઇનલ રિજુવેનેશન અને ટાઇટનિંગ ટ્રીટમેન્ટ હવે માત્ર કોઇ લક્ઝરી કે દેખાદેખી પૂરતી મર્યાદિત નથી રહી પણ તે સ્ત્રીઓના સ્વાસ્થ્ય, આત્મવિશ્વાસ અને સુખી દાંપત્યજીવનની જરૂરિયાત બની રહી છે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સમાં 400 પોઈન્ટની તેજી:77,300 પર કારોબાર કરી રહ્યો છે, નિફ્ટીમાં પણ 100 પોઈન્ટોનો ઉછાળો; IT અને મેટલ શેર્સમાં વધુ ખરીદી
    Next Article
    સરતાનપર ખાતે રાજ્યપાલએ ગ્રામજનો સાથે રાત્રિસભામાં કર્યો સંવાદ:ગામોના વિકાસમાં સરકારની યોજનાઓની સાથે જનસહભાગિતા પણ અગત્યની - રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment