Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરતાનપર ખાતે રાજ્યપાલએ ગ્રામજનો સાથે રાત્રિસભામાં કર્યો સંવાદ:ગામોના વિકાસમાં સરકારની યોજનાઓની સાથે જનસહભાગિતા પણ અગત્યની - રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

    8 hours ago

    રાજ્યપાલએ અનુસૂચિત જાતિ પરિવારના ઘરે સાદું ભોજન આરોગી સામાજિક સમરસતાનો આપ્યો સંદેશ ભાવનગર જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પ્રથમ દિવસની સાંજે ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર તાલુકાના સરતાનપર ગામે આયોજિત રાત્રિસભામાં ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. રાત્રિસભા પૂર્વે રાજ્યપાલએ ગામના અનુસૂચિત જાતિ પરિવારના સવજીભાઈ બારૈયાના નિવાસસ્થાને જઈ પરિવારજનો સાથે સ્નેહસભર મુલાકાત કરી હતી. તેમણે ગ્રામ્ય જીવનશૈલી અને પરિવારની દૈનિક જીવનચર્યાની જાણકારી મેળવી હતી તેમજ શાક, રોટલી સહિતના સાદા ભોજનનો આસ્વાદ માણ્યો હતો. રાજ્યપાલના આ સહજ અને સંવેદનશીલ વ્યવહારે સામાજિક સમરસતા, સાદગી અને સર્વસમાવેશી સમાજના મૂલ્યોને વધુ સશક્ત બનાવતો સંદેશ આપ્યો હતો. રાત્રિસભામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધતા જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી તેઓ ગુજરાતના વિવિધ તાલુકાઓના ગામોમાં રાત્રિ રોકાણ કરી સ્વચ્છતા, વૃક્ષારોપણ, સામાજિક સમરસતા, યોગ, પ્રાકૃતિક ખેતી અને જનભાગીદારી દ્વારા સર્વાંગી ગ્રામ વિકાસનું અનોખું અભિયાન ચલાવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, ગામોના વિકાસમાં સરકારની યોજનાઓની સાથે જનસહભાગિતા પણ અગત્યની છે. ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ અને અનિયમિત વરસાદ જેવા પડકારોને પહોંચી વળવા વધુમાં વધુ વૃક્ષારોપણ અને તેનું સંવર્ધન કરવાની સાથે સ્વચ્છ અને હરિયાળા ગામના નિર્માણ માટે દરેક ગ્રામજનની જવાબદારી હોવાનું તેમણે જણાવ્યું હતું. રાજ્યપાલએ શિક્ષણને સમાજના સર્વાંગી વિકાસનો આધારસ્તંભ ગણાવતાં માતા-પિતાને દીકરા અને દીકરી બંનેને સમાન શિક્ષણ અને ઉત્તમ સંસ્કારો આપવાનો અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતું નથી, પરંતુ જીવનમૂલ્યો, સારા સંસ્કારો અને સુસંગના આધારે બાળકોને જવાબદાર, સંસ્કારી અને રાષ્ટ્રનિષ્ઠ નાગરિક તરીકે ઘડવાની જરૂર છે. સાથે જ તેમણે વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટે તમાકુ, ગુટખા, દારૂ સહિત તમામ પ્રકારના નશીલા પદાર્થોથી દૂર રહી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ કરી હતી. રાજ્યપાલએ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને કૃષિનું ભવિષ્ય ગણાવી રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિરેક ઉપયોગથી જમીન અને માનવ આરોગ્ય પર થતી વિપરીત અસરો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા જળવાય છે, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે અને ગુણવત્તાયુક્ત, આરોગ્યપ્રદ પાક પ્રાપ્ત થાય છે. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે વૈજ્ઞાનિક માર્ગદર્શન અને તાલીમનો લાભ લેવા, ખેતી સાથે વૈજ્ઞાનિક પશુપાલન અપનાવવા, દેશી ગાયોની ઉચ્ચ ગુણવત્તાવાળી ઓલાદ વિકસાવવા તથા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા તેમણે અનુરોધ કર્યો હતો. તેમણે વિકસિત ભારતના નિર્માણમાં સૌને કર્તવ્યનિષ્ઠાથી યોગદાન આપવા આહ્વાન કર્યું હતું, આ પ્રસંગે રાજ્યપાલના હસ્તે સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મનીષકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર જે.એન.પરમાર, સરપંચ ધર્મેન્દ્રભાઈ બારૈયા સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મહિલાઓમાં વજાઇનલ ટ્રીટમેન્ટનો નવો ક્રેઝ:મેરેજ એનિવર્સરી આવતી હોવાથી પતિને ગિફ્ટ આપવા પત્નીએ સારવાર કરાવી, નાના શહેરોમાંથી પણ સામે આવ્યા કિસ્સા
    Next Article
    क्या आपको पता है चीन में क्या है जमीन की कीमत? न कट्ठा, न बीघा, वहां प्रॉपर्टी का गणित ही अलग है

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment