Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચની શ્રવણ ચોકડીથી ગેઇલ‎કોલોનીના રસ્તા પર ફરીથી કીચડ‎:ગટર તથા રસ્તાની અધૂરી કામગીરી સામે લોકોમાં રોષ ફેલાયો

    4 days ago

    ભરૂચની શ્રવણ ચોકડીથી ગેઇલ ટાઉનશીપ સુધી રસ્તાની કામગીરી મંથરગતિએ ચાલી રહી હોવાથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. આ વિસ્તારમાં 20 જેટલી સોસાયટીઓ આવેલી છે અને આ વિસ્તાર વિકાસ પામી રહયો હોવા છતાં માળખાકીય સુવિધાઓનો અભાવ જોવા મળી રહયો છે. ચોમાસાની શરૂઆત થતાંની સાથે આ રસ્તો કીચડવાળો બની જતાં લોકો તથા વાહનચાલકોની અવરજવર મુશ્કેલ બની છે. શ્રવણ ચોકડીથી ગેઇલ કોલોની સુધી બૌડા તરફથી નવો રસ્તો બનાવવામાં આવી રહયો છે. આ રસ્તાની આસપાસ પાકી ગટર સહિતની સુવિધાઓ ઉભી કરવાનું આયોજન છે. ચોમાસા પહેલાં રસ્તો બનાવી દેવાનો હતો પણ રસ્તાની કામગીરી અધુરી રહેતાં વરસાદે લોકોની હાલત બગાડી નાખી છે. શ્રવણ ચોકડી થી ગેઇલ ટાઉનશીપ સુધી આવેલ 15 થી 20 સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધાના અભાવે અગાઉ વિરોધ પ્રદર્શન કરી ચુકયાં છે. થોડા દિવસો પહેલાં થયેલાં માવઠામાં પણ રસ્તો ચીકણો બની જવાના કારણે લોકોએ રોષ વ્યકત કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં દહેજની કંપનીઓ નોકરીઓ કરતા અધિકારીઓ અને કર્મચારીઓની સંખ્યા વધારે છે. ખરાબ રસ્તા અને મારખાકીય સુવિધાઓના અભાવે તેઓ હવે વાપી તરફ સ્થળાંતર કરી રહ્યા છે. હજારોની સ્થિતિ માટે આ લોકો જવાબદાર‎
    Click here to Read More
    Previous Article
    ભાટવાડામાં પાલિકાની કામગીરીમાં ઘટના ઘટી:વાડીમાં મોટરથી ગંદું પાણી ઉલેચતાં શ્રમજીવીને કરંટ લાગ્યો,સીપીઆર આપતાં ધબકારા આવ્યા
    Next Article
    કમ્પોઝિશન સ્કીમનો ગેરલાભ લેતા વેપારીઓ રડારમાં:સરખેજ અને સાબરમતીના વેપારીને ત્યાં GSTની તપાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment