Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાટવાડામાં પાલિકાની કામગીરીમાં ઘટના ઘટી:વાડીમાં મોટરથી ગંદું પાણી ઉલેચતાં શ્રમજીવીને કરંટ લાગ્યો,સીપીઆર આપતાં ધબકારા આવ્યા

    4 days ago

    વાડીમાં ઘણા સમયથી ગંદા પાણીની સમસ્યા છે. ગંદુ પાણી ક્યાંથી આવે છે તે શોધવા ભાટવાડા ખાતે ખાડા ખોદવામાં આવ્યા છે. બુધવારે તેમાંથી પાણી કાઢવા મોટર મૂકવામાં આવી હતી. દરમિયાન શ્રમજીવી મોટરને જમીન પર મૂકવા જતાં વીજ કરંટ લાગ્યો હતો અને તે દૂર ફેંકાયા હતા. લોકોએ તેમને સીપીઆર આપી સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. હાલમાં શ્રમિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બુધવારે ભાટવાડા પાસે પાલિકાની કામગીરીમાં ખાડામાં પાણી ભરાઈ ગયું હતું. જેને મોટર દ્વારા બહાર કઢાઇ રહ્યું હતું. જ્યાં દિલીપ રાણા મોટર ખાડાથી દૂર મૂકવા જતાં કરંટ લાગ્યો હતો. તે 1 ફૂટ દૂર પડ્યા હતા. કરંટ એટલો જોરદાર હતો કે તેમની આંખો ફાટી ગઈ હતી, જીભ બહાર નીકળી ગઈ હતી અને તેના હૃદયના ધબકારા પણ બંધ થઈ ગયા હતા. કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટ અને ટેન્કરના ડ્રાઈવરે શ્રમિકને 4 મિનિટ સીપીઆર આપ્યો હતો. શ્રમજીવીના હૃદયના ધબકારા પરત આવતાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તીર્થ બ્રહ્મભટ્ટે આક્ષેપ કર્યો કે, કામગીરી સમયે પાલિકાના કોઈ પણ અધિકારી હાજર નહોતા. કોન્ટ્રાક્ટ રદ્દ કરવામાં આવે. વરસાદ હોવાથી મોટરની સ્વિચ બંધ કરી છતાં કરંટ ઉતર્યો કામગીરી દરમિયાન વરસાદ પડતા મોટરની સ્વીચ બંધ કરી દેવામાં આવી હતી. જેથી દિલીપભાઈએ મોટર બીજી જગ્યાએ મૂકવા માટે અન્ય શ્રમજીવી મહિલા પાસે મોટર માગી હતી. વરસાદ હોવાને કારણે વાયરથી મોટરમાં કરંટ ઉતર્યો હતો. જ્યારે મહિલા દિલીપભાઈને મોટર આપવા ગયા ત્યારે મહિલાને પણ કરંટ લાગતા તેના હાથમાંથી મોટર છૂટી ગઈ હતી અને દિલીપભાઈના હાથ પર પડતા તેઓને કરંટ લાગ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    આધ્રપ્રદેશથી દર્શનાર્થી પોતાનું બેગ ગેઈટ પાસે રાખી વસ્તુઓ નિહાળતા’તા‎:પ્ર. પાટણ પોલીસે સોમનાથ આવેલ યાત્રિકનું એક લાખની વીટી સાથેનું બેગ પરત અપાવ્યું
    Next Article
    ભરૂચની શ્રવણ ચોકડીથી ગેઇલ‎કોલોનીના રસ્તા પર ફરીથી કીચડ‎:ગટર તથા રસ્તાની અધૂરી કામગીરી સામે લોકોમાં રોષ ફેલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment