Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કમ્પોઝિશન સ્કીમનો ગેરલાભ લેતા વેપારીઓ રડારમાં:સરખેજ અને સાબરમતીના વેપારીને ત્યાં GSTની તપાસ

    4 days ago

    તાજેતરમાં જીએસટી ડિપાર્ટમેન્ટે શહેરના કમ્પોઝિશન સ્કીમના વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી છે. જેમાં વેપારીઓએ કમ્પોઝિશન સ્કીમમાં રહેવા માટે ટર્નઓવર બતાવી રહ્યાં ન હોવાનું બહાર આવ્યું છે. બુધવારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં કમ્પોઝિશન સ્કીમનો લાભ લેતા વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ હજુ ત્રણથી ચાર જગ્યાએ ઓપરેશન ચાલી રહ્યું છે. અમદાવાદ જીએસટીની ટીમ વહેલી સવારથી વેપારીઓને ત્યા તપાસ હાથ ધરી હતી. તપાસમાં અધિકારીઓએ બિલ વગરના માલ વેચાણ, સ્ટોકની ગણતરી, ચોપડાઓમાં ખરીદી અને વેચાણમાં તફાવતની ગેરરીતિઓ જોવા મળી હતી. શહેરના સરખેજ, સાબરમતી, કોટ વિસ્તાર તેમજ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તપાસ હાથ ધરી હોવાનું બહાર આ‌વ્યું છે. સૂત્રોએ જણાવ્યા મુજબ તપાસમાં લાખો રૂપિયાની ગેરરીતિ મળી આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે. મોટા ભાગના વેપારીઓ વર્ષોથી કમ્પોઝિશન સ્કીમનો લાભ લઇને ટેક્સ ભરવામાંથી બચી રહ્યાં છે. બુધવારે આખો દિવસ આ તપાસ ચાલી હતી. કમ્પોઝિશન સ્કીમનો લાભ કેમ લઈ રહ્યા છે - જે નાના વેપારીઓનું વાર્ષિક ટર્નઓવર રૂ. 1.50 કરોડથી ઓછું હોય, તેઓ આ સ્કીમનો લાભ લઈ શકે છે. - આ સ્કીમ હેઠળ વેપારીઓએ જટિલ ટેક્સ પ્રક્રિયામાંથી મુક્તિ મળે છે અને માત્ર ટર્નઓવરના 1 ટકા જેટલો જ મામૂલી જીએસટી ભરવાનો હોય છે. - કમ્પોઝિશનની આ મર્યાદા (1.50 કરોડ) ક્રોસ ન થાય તે માટે વેપારીઓ ગ્રાહકોને પાકાં બિલ આપવાનું ટાળે છે અને ઓન-રેકોર્ડ ટર્નઓવર ઓછું બતાવે છે. - જો ટર્નઓવર 1.50 કરોડથી વધી જાય તો વેપારીએ રેગ્યુલર જીએસટી સ્લેબ (5, 12, 18 કે 28 ટકા)માં આવવું પડે, જેનાથી બચવા વર્ષોથી આ ખેલ ચાલે છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચની શ્રવણ ચોકડીથી ગેઇલ‎કોલોનીના રસ્તા પર ફરીથી કીચડ‎:ગટર તથા રસ્તાની અધૂરી કામગીરી સામે લોકોમાં રોષ ફેલાયો
    Next Article
    નવરંગપુરામાં ફરિયાદ:ફેસબુક પર વિધવા સાથે મિત્રતા કરી લગ્નની લાલચ આપી 18 તોલા સોનું સહિત રૂ.19.91 લાખ પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment