Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરંગપુરામાં ફરિયાદ:ફેસબુક પર વિધવા સાથે મિત્રતા કરી લગ્નની લાલચ આપી 18 તોલા સોનું સહિત રૂ.19.91 લાખ પડાવ્યા

    4 days ago

    હૈદરાબાદમાં રહેતી 36 વર્ષીય વિધવા સાથે ફેસબુક પર મિત્રતા કેળવી ગઠિયાએ લગ્નની લાલચ આપી હતી. સકંજામાં ફસાયેલી મહિલા પાસેથી 18 તોલના સોનું અને પૈસા મળી રૂ.19.91 લાખ પડાવી લીધા હતા. મહિલા સાથે હોટેલમાં શરીર સુખ પણ માણ્યું હતું. પૈસા અને દાગીના મેળવી લઇ યુવકે મહિલાના ફોન ઉપાડવાનું અને મળવાનું બંધ કરતા ભાંડો ફૂટ્યો હતો. મૂળ હૈદરાબાદના સપનાબેન(36)(નામ બદલેલ છે) 15 દિવસ પહેલા અમદાવાદ આવી નારણપુરામાં રહેતાં હતાં. સોપનાબેનના પતિનું 2023માં બીમારીથી અવસાન થયું હતું. તેઓ સાત મહિના પહેલા ફેસબુક પર રાહુલ રમેશ પટેલના સંપર્કમાં આવ્યા હતા. રાહુલ કચ્છમાં રહેતો હોવાનું અને ભાઈ પીયૂષ સાથે એબી બિલ્ડકોન નામથી ધંધો કરે છે. તેની પત્ની 2 વર્ષથી તેની સાથે રહેતી નથી એટલે છૂટાછેડા લેવાના છે એમ કહ્યું હતું. રાહુલે સપનાબેન સામે લગ્નનો પ્રસ્તાવ મૂકયો હતો. સપનાબેને પરિવાર સાથે ચર્ચા કરી રાહુલને હા પાડી દીધી હતી. ત્યારબાદ રાહુલે સપનાબેન સાથે મળ‌વાનું શરૂ કર્યું હતું. રાહુલે ધંધા માટે નાણાની જરૂર હોવાનું કહી પહેલાં રૂ.5 લાખ માગ્યા, પછી પણ પૈસાની માગણી ચાલુ રાખતા સપનાબેને લોકરમાંથી 18 તોલના સોનાના દાગીના કાઢી ગિરવે મૂકી રાહુલને પૈસા આપ્યા હતા. બંને હોટેલમાં મળતાં ત્યારે રાહુલ સપના સાથે શરીર સંબંધ બાંધતો હતો. રાહુલે 6 મહિનામાં સપના પાસેથી પૈસા અને દાગીના મળી રૂ.19.91 લાખ પડાવ્યા બાદ સપાનાનો ફોન ઉપાડવાનું અને મળવાનું બંધ કરી દેતાં સપનાબેને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સોશિયલ મીડિયા પર પ્રોફાઇલની ખરાઈ કર્યા બાદ આર્થિક વ્યવહાર કરવા પોલીસ અધિકારીનું કહેવું છે કે, સોશિયલ મીડિયા પર કોઈ અજાણ્યા વ્યકિત સાથે મિત્રતા કેળવતા પહેલાં સો વાર વિચાર કરવો. જો મિત્રતા કેળવો તો પણ તેના અંગે સંપૂર્ણ ખરાઈ કરવી, તે વ્યકિતએ સોશિયલ મીડિયામાં જે પ્રોફાઇલ મૂકી છે તે સાચી છે કે ખોટી? જ્યાં સુધી પૂરી ખરાઈ ન થાય ત્યાં સુધી તેની સાથે કોઈપણ જાનતા આર્થિક કે કોઇ વ્યવહાર કરવા નહીં. અમદાવાદ અને સ્ટેટ સાઈબર ક્રાઈમ સમક્ષ વર્ષે 100થી વધારે કિસ્સા આવે છે. જેમાં સાઈબર ગઠિયા સોશિયલ મીડિયામાં મહિલા સાથે મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી પૈસા પડાવે છે. છેલ્લા કેટલાક સમયથી મેટ્રીમોનિયલ સાઈટ પર નકલી પ્રોફાઇલ મૂકી યુવક-યુવતીને છેતરવાના કિસ્સા વધી રહ્યા છે. ભાઈ પાસે સોનું ગિરવે મૂકીશું તો રૂ.20 લાખ આપશે અને વ્યાજ પણ નહીં આપવું પડે તેવું કહી વિધવા પાસેથી 18 તોલા સોનું રાહુલ લઈ ગયો સપનાબેને દીકરાના અભ્યાસ માટે બેંકમાં મૂકેલા 18 તોલના સોનાના દાગીના જમા કરાવી રૂ. 8.25 લાખ ઉપાડયા. જેમાંથી માત્ર રૂ.26 હજાર ભરવાના બાકી હતા. રાહુલે સપનાબેનને કહ્યું કે, અમદાવાદ આવી જા. મારા ભાઈ પીયૂષ પાસે ગોલ્ડ જમા કરાવી શું તો રૂ.20 લાખ આપશે. તેને વ્યાજ આપવું નહીં પડે. સગવડ થશે તેમ પૈસા આપી સોનું છોડાવીશું. જેથી સપનાબેને બંને દીકરા સાથે અમદાવાદ આવી બેંકમાં પૈસા ભરી સોનું છોડાવ્યું હતું. તે સોનું પણ રાહુલ લઈ ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    કમ્પોઝિશન સ્કીમનો ગેરલાભ લેતા વેપારીઓ રડારમાં:સરખેજ અને સાબરમતીના વેપારીને ત્યાં GSTની તપાસ
    Next Article
    નીટ પીજી: 21 જુલાઈ સુધી રજિસ્ટ્રેશનની તક:30મી ઓગસ્ટે પરીક્ષા લેવાશે જ્યારે 30 સપ્ટેમ્બરે પરિણામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment