Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાડોલ પોલીસમાં સાસરિયા સામે ફરિયાદ:ગર્ભવતી પત્ની પર ચારિત્ર્યના આક્ષેપ કરી પતિ, સાસુ અને નણંદે પેટમાં લાતો, અસહ્ય દુ:ખાવો ઉપડતા ગર્ભપાત કરાવાની ફરજ પડી

    3 days ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના અળપોદરા (ઝાલા નગર) ગામની દીકરીના લગ્ન આશરે ત્રણેક વર્ષ અગાઉ વિજાપુર તાલુકાના રામપુર કોટ ગામે રહેતા રાઠોડ કાળુસિંહ લાલસિંહ સાથે સમાજના રીત-રિવાજ મુજબ થયા હતા. લગ્નજીવન દરમિયાન તેઓને 14 માસનો એક દીકરો પણ છે. જોકે, લગ્ન બાદથી જ પતિ કાળુસિંહ, સાસુ મંગુબા, નણંદ કાજલબા અને માસીજી ચંદ્રિકાબેન ગોપાલજી અવારનવાર ઝઘડા કરી શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. આશરે ચાર મહિના અગાઉ સાસરીયાઓ સાથે બોલાચાલી થતાં પરિણીતા સ્નેહલબા પોતાના પતિ સાથે પિયર અળપોદરા આવી ગયા હતા અને પિતાના ઘરે રહેતા હતા. આ સમયગાળા દરમિયાન પરિણીતા ગર્ભવતી બન્યા હતા. 'આ બાળક મારું નથી' તેમ કહી લાફા માર્યા તાજેતરમાં પતિ કાળુસિંહ બાવળા ખાતે નોકરીએથી પરત પોતાના મૂળ ગામ રામપુર કોટ ગયા હતા અને પત્નીને મૂકી જવા જણાવ્યું હતું. જેથી ગત 29 જૂનના રોજ પરિણીતાના માતા, ફોઈ અને મોરવાઈ તેમને સાસરીમાં મૂકવા ગયા હતા. ત્યાં પહોંચતા જ પતિ કાળુસિંહે ઉશ્કેરાઈને પત્નીના ચારિત્ર્ય પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને 'આ બાળક મારું નથી' તેમ કહી લાફા માર્યા હતા. આ દરમિયાન સાસુ, નણંદ અને માસીજીએ પરિણીતાને પકડી રાખી હતી, જ્યારે પતિએ ગંભીરતાની હદ વટાવી ગર્ભવતી પત્નીને પેટના ભાગે ગળદા-પાટુ અને લાતોનો બેરહેમ માર માર્યો હતો. પીડિતાને અસહ્ય દુ:ખાવો ઉપડતા ગર્ભપાત કરાવવાની ફરજ પડી સાથે આવેલા પરિવારજનોએ પરિણીતાને છોડાવી 112 નંબર પર પોલીસને જાણ કરતા પોલીસ વાન આવી પહોંચી હતી. પીડિતાએ લાડોલ પોલીસ સ્ટેશનમાં અરજી આપ્યા બાદ તેઓ પિયર પરત ફર્યા હતા. પરંતુ પેટમાં અસહ્ય દુ:ખાવો ઉપડતા અને ભારે બ્લીડિંગ થતાં તેમને તાત્કાલિક રણાસાણ સિવિલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તપાસ કરતા ગર્ભમાં રહેલા બાળકના ધબકારા બંધ થઈ ગયા હોવાનું માલૂમ પડ્યું હતું, જેથી ઇન્જેક્શન આપી ગર્ભપાત કરાવવાની ફરજ પડી હતી. હાલ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી પરિણીતાની ફરિયાદના આધારે લાડોલ પોલીસે પતિ કાળુસિંહ, સાસુ મંગુબા, નણંદ કાજલબા અને માસીજી ચંદ્રિકાબેન વિરુદ્ધ ગર્ભસ્થ શિશુનું મૃત્યુ નીપજાવવા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડ LCBએ ₹2.60 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:અબ્રામા હાઇવે પરથી સ્વીફ્ટ કારમાં ભાવનગરનો બુટલેગર પકડાયો
    Next Article
    રેલવે સ્ટેશન પર યુદ્ધના ધોરણે કામગીરી:હરિદ્વાર એક્સપ્રેસના B-5 કોચના MCB પેનલમાં શોર્ટ સર્કિટ થતાં આખો ડબો બદલાયો, દોઢ કલાક ટ્રેન રોકાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment