Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેલવે સ્ટેશન પર યુદ્ધના ધોરણે કામગીરી:હરિદ્વાર એક્સપ્રેસના B-5 કોચના MCB પેનલમાં શોર્ટ સર્કિટ થતાં આખો ડબો બદલાયો, દોઢ કલાક ટ્રેન રોકાઈ

    3 days ago

    મુંબઈથી હરિદ્વાર જઈ રહેલી ટ્રેન નંબર 22917 બાંદ્રા ટર્મિનસ - હરિદ્વાર એક્સપ્રેસ (BDTS-HW Exp)માં આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. ટ્રેન મુંબઈના વિરાર સ્ટેશન પરથી પસાર થઈ રહી હતી ત્યારે તેના B-5 કોચના MCB (મિનીએચર સર્કિટ બ્રેકર) પેનલમાં અચાનક શોર્ટ સર્કિટ થઈ હતી. રેલવે પ્રશાસન દ્વારા તકેદારીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે સુરત સ્ટેશન પર આખો કોચ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સુરત સ્ટેશને પ્લેટફોર્મ નંબર-3 પર થઈ કામગીરી શોર્ટ સર્કિટની ઘટના બાદ ટ્રેનને સુરક્ષિત રીતે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર લાવવામાં આવી હતી. આ ટ્રેન સાંજે 16.48 કલાકે સુરત સ્ટેશને આવી પહોંચી હતી. રેલવેના ટેકનિકલ સ્ટાફ દ્વારા ખામીયુક્ત B-5 કોચને ટ્રેનમાંથી અલગ કરી તેની જગ્યાએ નવો કોચ જોડવાની કપલિંગ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશનને કારણે ટ્રેન નિર્ધારિત સમય કરતાં વધુ એટલે કે કુલ 1 કલાક અને 36 મિનિટ સુધી સુરત સ્ટેશન પર રોકાઈ હતી અને સાંજે 18:24 કલાકે હરિદ્વાર તરફ રવાના થઈ શકી હતી. 15 લાયસન્સધારક કુલીએ મુસાફરોનું સામાન 'ફ્રી ઓફ કોસ્ટ' શિફ્ટ કરી આપ્યું કોચ બદલવાના કારણે B-5 ડબાના મુસાફરો મુશ્કેલીમાં ન મુકાય તે માટે રેલવે પ્રશાસન દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવવામાં આવ્યો હતો. સ્ટેશન પર હાજર 15 જેટલા લાયસન્સધારક કુલીઓની ટીમ તૈનાત કરવામાં આવી હતી. આ સહાયકોએ જૂના કોચમાંથી નવા જોડવામાં આવેલા કોચમાં મુસાફરોનો તમામ સામાન કોઈપણ ચાર્જ લીધા વિના શિફ્ટ કરી આપીને પ્રશંસનીય કામગીરી કરી હતી. રેલવેના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પ્લેટફોર્મ પર ખડકાયો ઘટનાની ગંભીરતાને જોતાં સુરત રેલવે સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફ પ્લેટફોર્મ નંબર 3 પર દોડી આવ્યા હતા. જેમાં સુરતના સ્ટેશન ડિરેક્ટર (SD), સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ (SS), ચીફ કોમર્શિયલ મોનિટરિંગ ઇન્સ્પેક્ટર (CCMI) તેમજ ડેપ્યુટી SS (કોમર્શિયલ) સહિત ટિકિટ ચેકિંગ સ્ટાફના 3 સભ્યો સતત ઓન-ગ્રાઉન્ડ હાજર રહ્યા હતા. મુસાફરોમાં ગભરાટ ન ફેલાય તે માટે સ્ટેશન પર સતત લાઉડસ્પીકર દ્વારા નિયમિત જાહેરાતો કરીને પરિસ્થિતિની સત્તાવાર માહિતી આપવામાં આવી રહી હતી. RPF સુરક્ષા કવચથી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટી સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે સુરત RPFના સબ-ઇન્સ્પેક્ટર તેમના 5 જવાનોના સ્ટાફ સાથે પ્લેટફોર્મ પર તૈનાત થઈ ગયા હતા. અધિકારીઓની સમયસૂચકતા અને ચુસ્ત બંદોબસ્તના કારણે સ્ટેશન પર કોઈ પણ પ્રકારની અફરાતફરી કે અનિચ્છનીય ઘટના ઘટી ન હતી અને તમામ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    લાડોલ પોલીસમાં સાસરિયા સામે ફરિયાદ:ગર્ભવતી પત્ની પર ચારિત્ર્યના આક્ષેપ કરી પતિ, સાસુ અને નણંદે પેટમાં લાતો, અસહ્ય દુ:ખાવો ઉપડતા ગર્ભપાત કરાવાની ફરજ પડી
    Next Article
    સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસની સરાહનીય કામગીરી:સાયબર ફ્રોડના નાણા, ગુમ મોબાઇલ અને સોના-ચાંદીના દાગીના સહિત રૂ.28.59 લાખથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment