Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસની સરાહનીય કામગીરી:સાયબર ફ્રોડના નાણા, ગુમ મોબાઇલ અને સોના-ચાંદીના દાગીના સહિત રૂ.28.59 લાખથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત અપાયો

    3 दिन पहले

    સુરેન્દ્રનગર જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમનું આયોજન કરી સાયબર ફ્રોડના ભોગ બનેલા નાગરિકો તેમજ ગુમ થયેલી મિલકતના મૂળ માલિકોને તેમનો મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત કુલ રૂ.28,59,438નો મુદ્દામાલ તેના હકદાર માલિકોને પરત આપવામાં આવ્યો, જે પોલીસની જનહિતલક્ષી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ બન્યો છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (રાજકોટ વિભાગ) અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક વેદીકા બિહાનીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના સાયબર ફ્રોડના કેસોમાં ગુમાવેલી રકમ, ગુમ થયેલા મોબાઇલ ફોન અને ગુનામાંથી રિકવર કરાયેલા મુદ્દામાલને મૂળ માલિકોને પરત આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી સુરેન્દ્રનગર જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. જાડેજા તથા સુરેન્દ્રનગર સીટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. સંગાડાના માર્ગદર્શન હેઠળ સાયબર ટીમના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ કિશનભાઈ ભવાનભાઈ તેમજ યુપીસી રાજેશભાઈ ફુલાભાઈ, યુપીસી રૂપાબેન બળદેવભાઈ, એપીસી મોહસીન ઇકબાલભાઈ, એપીસી નિલેશભાઈ મહાદેવભાઈ અને એપીસી જાગૃતિબા નટુભાના દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. પરત અપાયેલા મુદ્દામાલની વિગતો 1. સાયબર ફ્રોડની પરત કરાયેલી રકમ અંતર્ગત 38 લાભાર્થીઓને કુલ રૂ. 9,86,928 પરત આપવામાં આવ્યા. 2. ગુમ થયેલા મોબાઇલ ફોન અંતર્ગત 48 લાભાર્થીઓને કુલ રૂ. 9,36,363ના મોબાઇલ ફોન પરત અપાયા. 3. એક લાભાર્થીને આશરે રૂ. 8,36,157ની કિંમતના 23 તોલા સોના-ચાંદીના દાગીના તેમજ રૂ. 1,00,000 રોકડા પરત આપવામાં આવ્યા. આમ, કુલ રૂ. 28,59,438ના મુદ્દામાલને તેના મૂળ માલિકોને પરત આપીને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. પોલીસની આ કામગીરીથી નાગરિકોમાં વિશ્વાસ મજબૂત બન્યો છે અને સાયબર ગુનાઓ સામે અસરકારક કાર્યવાહી પ્રત્યે લોકોમાં સકારાત્મક સંદેશ પહોંચ્યો છે.
    Click here to Read More
    Previous Article
    રેલવે સ્ટેશન પર યુદ્ધના ધોરણે કામગીરી:હરિદ્વાર એક્સપ્રેસના B-5 કોચના MCB પેનલમાં શોર્ટ સર્કિટ થતાં આખો ડબો બદલાયો, દોઢ કલાક ટ્રેન રોકાઈ
    Next Article
    25 Years After CNG Revolution, Delhi's Auto Drivers Face A New Transition

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment