Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ LCBએ ₹2.60 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:અબ્રામા હાઇવે પરથી સ્વીફ્ટ કારમાં ભાવનગરનો બુટલેગર પકડાયો

    3 days ago

    વલસાડ જિલ્લા LCBએ નેશનલ હાઈવે-48 પર મોટી કાર્યવાહી કરી છે. પોલીસે સુરત તરફ લઈ જવાતો રૂપિયા 2.60 લાખથી વધુ કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ દરોડામાં સ્વીફ્ટ કાર, મોબાઇલ અને દારૂ સહિત કુલ રૂપિયા 5.65 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ભાવનગરના એક બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે. વલસાડ જિલ્લા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઓમપ્રકાશ રણબહાદુર સિંહને બાતમી મળી હતી કે એક સફેદ રંગની મારુતિ સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો મુંબઈ તરફથી સુરત લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે અબ્રામા ખાતે સ્વાદ હોટલ સામે મુંબઈ-સુરત નેશનલ હાઈવે પર વોચ ગોઠવી હતી. શંકાસ્પદ સ્વીફ્ટ કાર (GJ-15-CD-0302) ને રોકીને તપાસ કરતા તેમાંથી કુલ 864 બોટલો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 2,60,160નો દારૂ, રૂપિયા 3 લાખની કાર અને એક મોબાઇલ મળી કુલ રૂપિયા 5,65,160નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં પોલીસે કારચાલક આશિષ અરવિંદભાઈ સરવૈયા (ઉંમર 33, રહેવાસી ભરતનગર, ભાવનગર) ની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સામે અગાઉ પ્રોહિબિશન અને ચોરી સહિતના છ ગુનાઓ નોંધાયેલા છે. તેનો ગુનાહિત ઇતિહાસ પારડી ઉપરાંત ભાવનગર અને અમરેલી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પણ છે. દારૂનો આ જથ્થો કોને પહોંચાડવાનો હતો અને તેનો સપ્લાયર કોણ છે તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. એક અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કરી વલસાડ સિટી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરી એલસીબીના પીઆઈ એ.યુ. રોઝ, પીએસઆઈ જે.જી. વસાવા અને તેમની ટીમે કરી હતી.
    Click here to Read More
    Previous Article
    અભિષેક 245.83ની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરીને આઉટ:6 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 59 રન ફટકાર્યા; ઈન્ડિયાએ ત્રીજી વિકેટ ગુમાવી
    Next Article
    લાડોલ પોલીસમાં સાસરિયા સામે ફરિયાદ:ગર્ભવતી પત્ની પર ચારિત્ર્યના આક્ષેપ કરી પતિ, સાસુ અને નણંદે પેટમાં લાતો, અસહ્ય દુ:ખાવો ઉપડતા ગર્ભપાત કરાવાની ફરજ પડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment