Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાંકાનેરના વસુંધરા ગામમાં કરોડોના 'બોગસ દૂધ મંડળી કૌભાંડ'નો આક્ષેપ:નકલી સહી-સિક્કા, બોગસ દસ્તાવેજો અને સરકારી મિલીભગતના યુવરાજસિંહ જાડેજાના ગંભીર આરોપ

    14 hours ago

    ગુજરાતમાં સહકારી ક્ષેત્રે વધુ એક મોટા કથિત કૌભાંડનો પર્દાફાશ થતાં ખળભળાટ મચી ગયો છે. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના નાના એવા વસુંધરા ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના નામે કરોડો રૂપિયાની વ્યાપક ગેરરીતિઓ થઈ હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા યુવરાજસિંહ જાડેજા અને વસુંધરા ગામના સરપંચ ધીરુભાઈ ડાંગરે મંગળવારે એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને આ આખા મામલામાં સરકારી તંત્રની મિલીભગત અને મોટા પાયે નકલી દસ્તાવેજોના દુરુપયોગની વિગતો જાહેર કરી છે. તેમણે આ મામલે તટસ્થ અને ઉચ્ચસ્તરીય તપાસની માંગણી કરી છે. 400ની વસતિ અને 5 દૂધ મંડળીઓ પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વસુંધરા ગામની કુલ વસતિ માત્ર 350 થી 400 ની આસપાસ છે. આટલા નાના ગામમાં આશ્ચર્યજનક રીતે 2 રજિસ્ટર્ડ અને 3 સૂચિત મળીને કુલ 5 દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ ધમધમી રહી છે! સહકારી કાયદાના નિયમ મુજબ, કોઈ પણ સૂચિત મંડળીની માન્યતા માત્ર 6 મહિનાની જ હોય છે, છતાં અહીં 3 સૂચિત મંડળીઓ છેલ્લા 2 વર્ષથી ગેરકાયદેસર રીતે ચાલુ રાખવામાં આવી છે. આ ખેલ સરકારી બાબુઓની રહેમનજર વિના શક્ય જ નથી. નકલી લેટરપેડ, સરપંચ-તલાટીના ડુપ્લિકેટ સિક્કા અને ખોટી સહીઓ આક્ષેપ અનુસાર, નવી દૂધ મંડળીઓને મંજૂરી અપાવવા માટે કૌભાંડીઓએ હદ વટાવી દીધી હતી. ગ્રામ પંચાયતના નકલી લેટરપેડ છપાવવામાં આવ્યા હતા અને તેના પર સરપંચ તેમજ તલાટીના બોગસ (ડુપ્લિકેટ) સિક્કા મારી, ખોટી સહીઓ કરીને એન.ઓ.સી. (NOC) સહિતના તમામ સરકારી કાગળો તૈયાર કરી લેવાયા હતા. આટલું જ નહીં, સહકારી માળખાનો ભંગ કરીને આ મંડળીઓમાં એક જ પરિવારના સભ્યોને સભાસદ બનાવી દેવાયા છે. આરોપોના ઘેરામાં સરકારી કર્મચારી અને જિલ્લા રજિસ્ટ્રાર: કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી યુવરાજસિંહ જાડેજાએ આકરા પ્રહારો કરતા માંગ કરી છે કે, નકલી દસ્તાવેજો અને બનાવટી સિક્કા બનાવનારા ગઠિયાઓ સામે તાત્કાલિક એફ.આઈ.આર. (FIR) દાખલ થાય, ગેરકાયદે ચાલતી સૂચિત મંડળીઓ તુરંત બંધ કરાય અને સરકારી જમીન ખાલી કરાવવામાં આવે. જો તંત્ર દ્વારા આગામી દિવસોમાં કોઈ કડક પગલાં લેવામાં નહીં આવે, તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર જન-આંદોલન છેડવાની ચીમકી પણ આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સરથાણામાં સગીરાના અપહરણ કેસનો મામલો:મુખ્ય આરોપી મોટાભાઈને ગુનામાં મદદગારી કરનારા નાનાભાઈની મહારાષ્ટ્રથી ધરપકડ
    Next Article
    ગાંધી ચોકમાં એમ્બ્યુલન્સ થાંભલા સાથે અથડાઈ:દર્દીને હોસ્પિટલ લઈ જતી ખાનગી એમ્બ્યુલન્સ થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ, દર્દીને રીક્ષામાં હોસ્પિટલ ખસેડાયો,ડ્રાઇવરનો આબાદ બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment