Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરથાણામાં સગીરાના અપહરણ કેસનો મામલો:મુખ્ય આરોપી મોટાભાઈને ગુનામાં મદદગારી કરનારા નાનાભાઈની મહારાષ્ટ્રથી ધરપકડ

    15 hours ago

    સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021 માં નોંધાયેલા અપહરણ અને પોક્સો (POCSO) ના ગંભીર ગુનામાં મુખ્ય આરોપીને મદદ કરનાર તેના સગા નાના ભાઈ વિકાસ સુભાષ પાવનમારે (ઉંમર 27) ની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી આકાશ પાવનમારેને નામદાર પોક્સો કોર્ટ દ્વારા અગાઉ જ 20 વર્ષની સખત કેલની સજા ફટકારવામાં આવી ચૂકી છે. આ ગુનામાં નાસતો-ફરતો તેનો નાનો ભાઈ વિકાસ, જે વ્યવસાયે JCB ઓપરેટર છે અને મહારાષ્ટ્રના વાશીમ જિલ્લાના માલેગાંવ તાલુકાના ડોંગરકિન્હી ગામનો રહેવાસી છે, તે પોતાની ધરપકડ ટાળવા માટે સતત નાસતો ફરતો હતો. તે જાણીતો હોવા છતાં કે ભોગ બનનાર સગીરા નાબાલિક છે, તેણે પોતાના મોટા ભાઈને આશરો મેળવવામાં અને કાયદાથી બચવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. ગુપ્ત બાતમી અને ટેકનિકલ સોર્સથી મહારાષ્ટ્રમાં દરોડો ડી.સી.બી. પોલીસ સ્ટેશનના એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્ક્વોડના પોલીસ કર્મચારીઓ લાંબા સમયથી આ ગુનામાં સંડોવાયેલા અને નાસતા-ફરતા આરોપીઓની શોધખોળ કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસ ટીમને ટેકનિકલ સોર્સ અને ખાનગી બાતમીદારો તરફથી એક અત્યંત ચોક્કસ અને આધારભૂત માહિતી મળી હતી કે વોન્ટેડ આરોપી વિકાસ પાવનમારે મહારાષ્ટ્રના માલેગાંવ વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે તાત્કાલિક ઓપરેશન હાથ ધરી મહારાષ્ટ્રના વાશીમ જિલ્લાના માલેગાંવ તાલુકા હેઠળ આવતા ડોંગરકિન્હી ગામે દરોડો પાડ્યો હતો. પોલીસે આરોપીને તેના ઘરની બહારથી જ ઘેરી લઈને સફળતાપૂર્વક ઝડપી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરતમાં ઈંડાની લારી પર કામ અને સગીરાનું અપહરણ વર્ષ 2021 માં બનેલી આ ઘટનાની વિગતો મુજબ, પકડાયેલા આરોપી વિકાસનો મોટો ભાઈ આકાશ પાવનમારે સુરતના સરથાણા વિસ્તારમાં ઈંડાની લારી પર મજૂરી કામ કરતો હતો. આ સમય દરમિયાન તેણે ફરિયાદીની ભત્રીજી, જેની ઉંમર માત્ર 16 વર્ષ અને 8 માસ હતી, તેને ફોસલાવીને અપહરણ કર્યું હતું અને પોતાના વતન ધુલિયા તરફ ભાગી ગયો હતો. આકાશ દ્વારા સગીરાનું અપહરણ કરાયું હોવાની પૂરેપૂરી જાણકારી નાના ભાઈ વિકાસને હતી. વિકાસ સારી રીતે જાણતો હતો કે ભોગ બનનાર યુવતી કાયદાકીય રીતે નાબાલિક છે, તેમ છતાં તેણે ગુનાહિત માનસિકતા દાખવી પોતાના ભાઈ આકાશને સુરક્ષિત રાખવા માટે પોતાના મિત્ર પ્રમોદ પુરુષોત્તમનો સંપર્ક કર્યો હતો અને તેના મારફતે બંનેને રહેવા માટે રહેઠાણની વ્યવસ્થા કરી આપીને ગુનામાં સીધી મદદગારી કરી હતી. જામીન પર છૂટ્યા બાદ ભાઈએ બીજી વખત ગુનો આચર્યો હતો પોલીસ તપાસમાં આ કેસ સાથે જોડાયેલી વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી છે. મુખ્ય આરોપી આકાશ પાવનમારે અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ રહ્યો હતો. વર્ષ 2020 માં પણ તેની વિરૂદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં જ અપહરણ અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં જામીન મેળવીને જેલની બહાર આવ્યા બાદ આકાશે ફરી એકવાર એ જ ફરિયાદીની 16 વર્ષ 8 માસની નાબાલિક ભત્રીજીનું બીજી વખત અપહરણ કર્યું હતું. આ બીજી વખતના ગુનામાં નાના ભાઈ વિકાસે તેને આશરો અપાવવામાં મહત્વની મદદ કરી હતી. તાજેતરમાં જ નામદાર પોક્સો કોર્ટે આ કેસની ગંભીરતાને ધ્યાને રાખીને મુખ્ય આરોપી આકાશને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે, જ્યારે તેનો ભાઈ અત્યાર સુધી ફરાર હતો.
    Click here to Read More
    Previous Article
    યુનિવર્સિટીમાં વિવાદમાં ABVP-NSUI મેદાનમાં:એન્ટી-રેગિંગ કમિટીની સજા વીસી દ્વારા ઘટાડાતા ABVP અને NSUI મેદાને, તાત્કાલિક નિર્ણય પાછો ખેંચવાની માંગ
    Next Article
    વાંકાનેરના વસુંધરા ગામમાં કરોડોના 'બોગસ દૂધ મંડળી કૌભાંડ'નો આક્ષેપ:નકલી સહી-સિક્કા, બોગસ દસ્તાવેજો અને સરકારી મિલીભગતના યુવરાજસિંહ જાડેજાના ગંભીર આરોપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment