Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુનિવર્સિટીમાં વિવાદમાં ABVP-NSUI મેદાનમાં:એન્ટી-રેગિંગ કમિટીની સજા વીસી દ્વારા ઘટાડાતા ABVP અને NSUI મેદાને, તાત્કાલિક નિર્ણય પાછો ખેંચવાની માંગ

    17 hours ago

    યુનિવર્સિટી પરિસરમાં એન્ટી-રેગિંગ કમિટી દ્વારા બે વર્ષની સજા આપવામાં આવી હતી, જે વીસી ભરત રામાનુજ દ્વારા ઘટાડીને સવા વર્ષ કરી દેવામાં આવતા મોટો વિવાદ સર્જાયો છે આ નિર્ણયના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તથા એનએસયુઆઈ બંને સંગઠનો સંયુક્ત ઉગ્ર આંદોલન કર્યું હતું, ​એન્ટી-રેગિંગ કમિટીએ રેગિંગના કેસમાં દોષિત વિદ્યાર્થીઓને બે વર્ષની સજા ફટકારી હતી. જોકે, વીસી ભરત રામાનુજે આ સજામાં ઘટાડો કરી તેને સવા વર્ષ કરી દીધી છે. વિદ્યાર્થી સંગઠન ABVPનો આક્ષેપ છે કે આ નિર્ણય લેતી વખતે એન્ટી-રેગિંગ કમિટીને વિશ્વાસમાં લેવામાં આવી નથી અને વીસીએ એકતરફી રીતે આ નિર્ણય લીધો છે, આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓએ વીસીએ ફરિયાદી વિદ્યાર્થીઓને માત્ર એક જ વાર સાંભળ્યા હતા, જ્યારે આરોપી વિદ્યાર્થીઓને પાંચ વાર સાંભળવામાં આવ્યા હતા. આ બાબત વીસીની નિષ્પક્ષતા પર સવાલ ઉભા કરે છે, જ્યારે વિદ્યાર્થીઓએ વીસી પાસે આ નિર્ણય અંગે સ્પષ્ટતા માંગી, ત્યારે વીસીએ જવાબ આપવાનો ઇનકાર કરી દીધો હતો અને કથિત રીતે એવું કહ્યું હતું કે, "યુનિવર્સિટીમાં હું જે કહું એ જ થાય, મારે કોઈને જવાબ આપવાની જરૂર નથી." વિદ્યાર્થીઓનો દાવો છે કે આ નિર્ણય લેતા પહેલા એન્ટી-રેગિંગ કમિટી સાથે કોઈ પરામર્શ કરવામાં આવ્યો નહોતો, ​ABVP દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જ્યાં સુધી સજા ઘટાડવાનો નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે અને દોષિતોને મૂળ સજા બે વર્ષ આપવામાં નહીં આવે, ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. વિદ્યાર્થીઓ આ માટે વીસીના રાજીનામાની માંગ પણ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, જો વીસી વિદ્યાર્થીઓને ન્યાય ન અપાવી શકતા હોય, તો તેમને હોદ્દા પર રહેવાનો કોઈ અધિકાર નથી. ​અત્યારે યુનિવર્સિટી પરિસરમાં માહોલ તંગ બન્યો હતો અને વિદ્યાર્થીઓ પોતાની માંગણીઓ સાથે મક્કમ ઊભા છે હવે જોવાનું એ રહે છે કે યુનિવર્સિટી તંત્ર આ વિવાદને ઉકેલવા શું પગલાં ભરે છે..
    Click here to Read More
    Previous Article
    પોરબંદરના ભોમિયાવદર ગામમાંથી 9 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ:વનવિભાગની ત્વરિત કામગીરીથી ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ
    Next Article
    સરથાણામાં સગીરાના અપહરણ કેસનો મામલો:મુખ્ય આરોપી મોટાભાઈને ગુનામાં મદદગારી કરનારા નાનાભાઈની મહારાષ્ટ્રથી ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment