Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધી ચોકમાં એમ્બ્યુલન્સ થાંભલા સાથે અથડાઈ:દર્દીને હોસ્પિટલ લઈ જતી ખાનગી એમ્બ્યુલન્સ થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ, દર્દીને રીક્ષામાં હોસ્પિટલ ખસેડાયો,ડ્રાઇવરનો આબાદ બચાવ

    13 hours ago

    શહેરના હાર્દ સમાન ગાંધી ચોક વિસ્તારમાં આજે એક ચોંકાવનારો અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. કોંગ્રેસ ભવનની બિલકુલ સામેથી પસાર થઈ રહેલી એક ખાનગી એમ્બ્યુલન્સના ચાલકે અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા એમ્બ્યુલન્સ રોડ સાઇડ પર આવેલા સ્ટ્રીટ લાઈટના લોખંડના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે લાઈટનો થાંભલો પણ નમી ગયો હતો અને એમ્બ્યુલન્સના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ ખાનગી એમ્બ્યુલન્સ એક દર્દીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જઈ રહી હતી.ગાંધી ચોક નજીક પહોંચતા જ આગળ ચાલી રહેલા અન્ય એક વાહનની ઓવરટેક કરવાના ચક્કરમાં એમ્બ્યુલન્સના ચાલકે પૂરપાટ ઝડપે વાહન હંકાર્યું હતું. આ દરમિયાન અચાનક કાબુ ગુમાવી બેસતા એમ્બ્યુલન્સ સીધી સ્ટ્રીટ લાઈટના થાંભલામાં ઘૂસી ગઈ હતી. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિક લોકો અને વેપારીઓ તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ​સદનસીબે આ ભયાનક અકસ્માતમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો અને તેને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી. જોકે, અંદર રહેલા દર્દીની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરી હતી. બીજી એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી રાહ જોવાને બદલે, તાત્કાલિક એક રીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને દર્દીને સુરક્ષિત રીતે રીક્ષા મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે પણ ટ્રાફિક વ્યવસ્થા સુવ્યવસ્થિત કરવા અને આગળની કાર્યવાહી માટે તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વાંકાનેરના વસુંધરા ગામમાં કરોડોના 'બોગસ દૂધ મંડળી કૌભાંડ'નો આક્ષેપ:નકલી સહી-સિક્કા, બોગસ દસ્તાવેજો અને સરકારી મિલીભગતના યુવરાજસિંહ જાડેજાના ગંભીર આરોપ
    Next Article
    જુલાઈના પ્રારંભે જળબંબાકાર, 90થી વધુ તાલુકામાં વરસાદ:રાજુલાની રાયડી નદીમાં 35 બકરા તણાયા, જૂનાગઢમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર; ચાલુ વરસાદે વીજ ટ્રાન્સફોર્મરમાં ભડકા થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment