Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાંધકામ સાઈટ પર વીજ કરંટથી બે શ્રમિકના મોત:પડધરી તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્ય કલ્પેશભાઈ પીપળીયાનું હાર્ટએટેકથી મોત

    9 hours ago

    રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્ય કલ્પેશભાઈ પીપળીયાનું હાર્ટ એટેકથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. કલ્પેશભાઈ છગનભાઇ પીપળીયા (ઉં.વ.44) આજે રાત્રે 3.15 વાગ્યાં આસપાસ છાતીમાં દુ:ખાવો પોતાના મિત્રને ફોન કરીને મજા નથી દવાખાને જવું છે કહેતા મિત્ર સહિતના પાડોશીઓ કલ્પેશભાઈને ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તેઓ બેભાન થઈ ગયા હતા અને તેમનું મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં કલ્પેશભાઈને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોવાનું અને પોતે બે ભાઈમાં નાના હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં પડધરી તાલુકા પંચાયતની ચૂંટણીમાં તેઓ થોરીયાળી ખોડાપીપર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને વિજેતા બન્યા હતા. અગાઉ તેઓ રાજકોટમાં વોર્ડ નંબર 4ના કોંગ્રેસ પ્રમુખ તરીકે પણ કાર્યરત હતા. બનાવ અંગે જાણ થતા કુવાડવા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી જેના પ્રાથમિક રિપોર્ટમાં હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે. બાંધકામ સાઈટ પર વીજ કરંટથી બે શ્રમિકના મોત રામબલી કુશવાહા (ઉં.વ.26) અને સૂરજ હીરાલાલ કુશવાહા (ઉં.વ.21) આજે સવારે 11 વાગ્યાં આસપાસ બાંધકામ સાઈટ પર ગ્રાઉન્ડ ફ્લોરમાં લિફ્ટ પાસેના દીવાલના સ્ટ્રક્ચરનું કામ ચાલી રહ્યું હતું ત્યાં મજૂરી કરતા હતા દરમિયાન અચાનક બંનેને વીજ શોક લાગતા તેઓ બેભાન થઈ ગયા હતા જેથી તાત્કાલિક તેને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસે બંને મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં રામબલી કુશવાહા હાલ પત્ની સાથે ભરતવન પાસે રૂમ રાખીને રહેતો હોવાનું જયારે સૂરજ સાઈટની ઓરડીમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. MD સાથે એક શખ્સ ઝડપાયો રાજકોટ યુનિવર્સીટી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, એક શખ્સ જીજે.03.એચએફ.8026 નંબરનું એકટીવા સાથે ધરમનગર આવાસ યોજના રોડ પર ખોડીયાર ડેરી ફાર્મ નજીકથી પસાર થવાનો છે જેના કબજામાં માદક પદાર્થનો જથ્થો છે જેથી પોલીસે વોચ ગોઠવી ધરમનગર આવાસ યોજનાના ગેટ પાસેથી એકટીવા પસાર થતા તેને અટકાવી કોર્ડન કરી પોલીસે તેનું નામ પૂછતા ચાલકે પોતાનું નામ સુનિલ અનંતભાઈ પ્રસાદ (ઉ.વ.27) જણાવ્યું હતું. આરોપીના રિમાન્ડ મેળવી સપ્લાયરની શોધખોળ શરૂ પોલીસે સુનિલ પ્રસાદની ઝડતી કરતા તેના પેન્ટના ખિસ્સામાંથી બે પ્લાસ્ટિકની વેક્યુમપેક કોથળીઓ મળી આવી હતી જે કોથળીમાંથી ડ્રગ્સ જેવો પદાર્થ મળી આવતા પોલીસે તપાસ કરતાં મેફેડ્રોન હોવાનું સામે આવતા યુનિવર્સિટી પોલીસે રૂ.9000ની કિંમતનો 3.00 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કબજે કરી પેડલર સુનિલ પ્રસાદની ધરપકડ કરી ડ્રગ્સ, મોબાઈલ અને વાહન મળી રૂ.59,370નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી છેલ્લા એકાદ મહિનાથી ડ્રગ્સની હેરાફેરી કરતો હોવાનું સામે આવ્યું છે હાલ તેના રિમાન્ડ મેળવી પોતે આ જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. બંધ ટ્રક પાછળ બાઈક અથડાતા હોમિયોપેથી કોલેજના વિદ્યાર્થીનું મોત નિખિલ દશરથભાઈ બ્રાહ્મણ (ઉં.વ.20) આજે સવારે 8 વાગ્યા આસપાસ પોતાનું બાઈક ચલાવીને પોતાની કોલેજે જતો હતો ત્યારે રાજકોટ અમદાવાદ હાઇવે પર કુવાડવાથી આગળ ત્રિ-મંદિર પાસે રોડ પર પડેલ બંધ ટ્રક પાછળ બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં નિખિલને માથામાં તેમજ શરીરે ગંભીર ઈજા પહોંચતા 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જેને જોઈ તપાસી તબીબોએ મૃત જાહેર કર્યો હતો. તેના મોટા ભાઈ પાર્થ પણ પીડીયુ મેડિકલ કોલેજમાં MBBSના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે અને ઇન્ટર્ન ડોક્ટર છે. નાના ભાઈના મૃત્યુના સમાચાર સાંભળી ભારે આક્રંદ કરતા ગમગીની છવાઈ જવા પામી હતી. નિખિલ રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલી આર્યવીર હોમિયોપેથીક કોલેજમાં બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા હતા અને પોતાના મોટા ભાઈ સાથે પીડીયું હોસ્ટેલમાં રહેતા હતા. હાલ કુવાડવા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    AMC કમિશનર આક્રમક મૂડમાં:ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે જંકશનોને ડેવલપમેન્ટ મામલે અધિકારીઓ પર અકળાયા, BRTS ડ્રાઇવરો પીધેલા છે કે નહીં ચેક કરો
    Next Article
    વડોદરા ગ્રામ્ય પોલીસના 279 કર્મચારીઓની બદલી:અનેક કર્મચારીઓ એક જ સ્થળે 5 વર્ષ કરતા વધુ સમયથી ફરજ બજાવતા હતા, જુઓ સંપૂર્ણ લિસ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment