Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા ગ્રામ્ય પોલીસના 279 કર્મચારીઓની બદલી:અનેક કર્મચારીઓ એક જ સ્થળે 5 વર્ષ કરતા વધુ સમયથી ફરજ બજાવતા હતા, જુઓ સંપૂર્ણ લિસ્ટ

    19 hours ago

    વડોદરા ગ્રામ્ય પોલીસ વિભાગમાં પોલીસ અધિક્ષક દ્વારા મોટા પાયે આંતરિક બદલીના આદેશ કરવામાં આવ્યા છે. એક જ સ્થળે પાંચ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા તેવા સહિતના 279 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવતા સમગ્ર પોલીસ બેડામાં ચર્ચાનો માહોલ જામ્યો છે. આ બદલીઓ બાદ કેટલાક કર્મચારીઓને પોલીસ સ્ટેશન અને એજન્સીમાં નવી જવાબદારી મળતાં ખુશી જોવા મળી રહી છે, જ્યારે કેટલાકને પોલીસ સ્ટેશનમાંથી ટ્રાફિક, રિઝર્વ, કંટ્રોલ રૂમ અને અન્ય શાખાઓમાં મુકાતા નારાજગી પણ વ્યક્ત થઈ રહી છે. લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા પોલીસકર્મીઓને બદલ્યા વડોદરા ગ્રામ્ય પોલીસ વિભાગમાં લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ તેમજ LRD જવાનોની આંતરિક બદલીનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે 279 પોલીસ કર્મચારીઓના બદલીના હુકમો જાહેર કર્યા છે. બદલીના આદેશ મુજબ કેટલાક કર્મચારીઓને વિવિધ એજન્સીમાંથી પોલીસ સ્ટેશન, ટ્રાફિક શાખા, કંટ્રોલ રૂમ, રિઝર્વ અને અન્ય વિભાગોમાં ફરજ સોંપવામાં આવી છે. બીજી તરફ ટ્રાફિક, LIB, કંટ્રોલ રૂમ અને રિઝર્વમાં ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓને પોલીસ સ્ટેશન અને તપાસ એજન્સીમાં મુકવામાં આવતા તેઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બદલીના કારણે પોલીસ વિભાગમાં કહીં ખુશી, કહીં ગમનો માહોલ આંતરિક બદલીના આ નિર્ણય બાદ પોલીસ વિભાગમાં કહીં ખુશી... કહી ગમ જેવી સ્થિતિ સર્જાઈ છે. કેટલાક કર્મચારીઓ નવી જવાબદારીને આવકારી રહ્યા છે તો કેટલાક પોતાની પસંદગીની જગ્યાએથી હટાવાતા અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. પોલીસ અધિક્ષક દ્વારા મોટા પાયે બદલીઓનો દોર શરૂ થતાં હવે આગામી દિવસોમાં અન્ય કર્મચારીઓ અને અધિકારીઓના પણ બદલીના આદેશો આવી શકે તેવી ચર્ચા પોલીસ બેડામાં જોરશોરથી ચાલી રહી છે. જેના કારણે સમગ્ર વિભાગમાં ઉત્સુકતા સાથે ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. બદલી કરાયેલા પોલીસકર્મીઓનું સંપૂર્ણ લિસ્ટ
    Click here to Read More
    Previous Article
    બાંધકામ સાઈટ પર વીજ કરંટથી બે શ્રમિકના મોત:પડધરી તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્ય કલ્પેશભાઈ પીપળીયાનું હાર્ટએટેકથી મોત
    Next Article
    SGSTમાં પાંચ વર્ષમાં 83, 066 કરોડની વાર્ષિક આવક:જૂન-2026માં રાજ્યમાં GST આવકમાં 27%નો વધારો, કરદાતાઓની સંખ્યા 14 લાખને પાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment