Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SGSTમાં પાંચ વર્ષમાં 83, 066 કરોડની વાર્ષિક આવક:જૂન-2026માં રાજ્યમાં GST આવકમાં 27%નો વધારો, કરદાતાઓની સંખ્યા 14 લાખને પાર

    21 hours ago

    સમગ્ર ભારતમાં 'વન નેશન, વન ટેક્સ' ની પ્રણાલીને સાકાર કરતા ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ (GST) કાયદાના અમલીકરણને સફળતાપૂર્વક 9 વર્ષ પૂર્ણ થયા છે. 1 જુલાઈ, 2017 થી અમલમાં આવેલા આ કાયદાના કારણે દેશમાં વેરાનું ભારણ ઘટ્યું છે અને અર્થતંત્ર વધુ પારદર્શી બન્યું છે. આ 9 વર્ષની સફરમાં સરળ અને અસરકારક વેરા કમ્પ્લાયન્સના પરિણામે ગુજરાત રાજ્ય સતત 5 વર્ષથી નિયત સમયમર્યાદામાં GST રિટર્ન ભરવામાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. 5 વર્ષમાં આવક ₹30,628 કરોડથી વધીને ₹83,066 કરોડ પર પહોંચી છેલ્લા 5 વર્ષ દરમિયાન ગુજરાતની GST આવકમાં સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) 20% થી વધુ નોંધાયો છે. નાણાકીય વર્ષ (FY) 2020-21 માં રાજ્યની GST આવક જે ₹30,628 કરોડ હતી, તે અદભુત પ્રગતિ સાથે નાણાકીય વર્ષ (FY) 2025-26 માં ₹83,066 કરોડના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. આ ઉપરાંત, વર્ષ 2025-26 દરમિયાન રાજ્યમાં રેકોર્ડબ્રેક 99.6% GST રિટર્ન સમયસર ભરાયા હતા. ટેક્સબેઝમાં 181% નો મોટો વધારો જીએસટી અમલીકરણના માત્ર 9 વર્ષમાં ગુજરાતના ટેક્સબેઝમાં 181%થી વધુનો વધારો નોંધાયો છે: ચાલુ નાણાકીય વર્ષમાં પણ ગુજરાતની વિકાસકૂચ જારી રહી છે. જૂન-2026 ના એક જ મહિના દરમિયાન રાજ્ય કર વિભાગને વિવિધ વેરાના માધ્યમથી કુલ ₹11,873 કરોડની ભવ્ય આવક પ્રાપ્ત થઈ છે, જેની વિગત નીચે મુજબ છે: ગત વર્ષ કરતાં GST માં 27% નો મોટો ઉછાળો જૂન-2026 દરમિયાન રાજ્યને GST હેઠળ થયેલી ₹7,800 કરોડની આવક, ગત વર્ષના સમાન ગાળાની (જૂન-2025) ₹6,149 કરોડની આવકની સરખામણીએ 27% વધુ છે. આ આંકડા દર્શાવે છે કે ગુજરાતનું વેપાર-ઉદ્યોગ જગત સુદ્રઢ સ્થિતિમાં છે અને રાજ્યનું ટેક્સ એડમિનિસ્ટ્રેશન અત્યંત કાર્યક્ષમ રીતે કામ કરી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરા ગ્રામ્ય પોલીસના 279 કર્મચારીઓની બદલી:અનેક કર્મચારીઓ એક જ સ્થળે 5 વર્ષ કરતા વધુ સમયથી ફરજ બજાવતા હતા, જુઓ સંપૂર્ણ લિસ્ટ
    Next Article
    Anne Hathaway Flaunts Baby Bump In Bright Red Ensemble For The Odyssey Press Tour

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment