Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMC કમિશનર આક્રમક મૂડમાં:ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે જંકશનોને ડેવલપમેન્ટ મામલે અધિકારીઓ પર અકળાયા, BRTS ડ્રાઇવરો પીધેલા છે કે નહીં ચેક કરો

    8 hours ago

    અમદાવાદ શહેરમાં ટ્રાફિક, જનસુવિધા અને વિવિધ પ્રોજેક્ટોની ધીમી ગતિને લઈને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ભારે આકરૂં વલણ અપનાવ્યું છે. મનપાની સાપ્તાહિક રિવ્યુ બેઠકમાં કમિશનરે વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સહિત તમામ ઝોનના ડેપ્યુટી કમિશનરોની આકરી ઝાટકણી કાઢી હતી. ટ્રાફિક જંક્શન ડેવલપમેન્ટથી લઈને તળાવોની જાળવણી અને બીઆરટીએસ (BRTS) ડ્રાઈવરોના ફિટનેસ ચેકિંગ જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર કમિશનરે અધિકારીઓનો જોરદાર ઉધડો લીધો હતો. “એક અઠવાડિયામાં તમે એક જંક્શન પણ ડેવલપ નથી કરી શકતા?” શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યાને હળવી કરવા માટે રોડ પરના દબાણો હટાવવા અને લેફ્ટ ટર્ન ફ્રી કરવા સહિત ટ્રાફિક જંક્શનોના ડેવલપમેન્ટ અંગે કમિશનરે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ડેપ્યુટી કમિશનરોને ખખડાવતા સીધો પ્રશ્ન કર્યો હતો કે, "એક અઠવાડિયામાં તમે એક ટ્રાફિક જંક્શન પણ ડેવલપ કરી શકતા નથી?" તેમણે આ કામગીરી તાત્કાલિક વેગવંતી કરવા આદેશ આપ્યો છે. તળાવમાં માછલીઓના મોત અને મેઈન્ટેનન્સના અભાવે હેલ્થ ઓફિસર નિશાના પર તાજેતરમાં શહેરના બે તળાવોમાં ઓક્સિજનના અભાવે મોટી સંખ્યામાં માછલીઓ મરી જવાના મુદ્દે કમિશનરે હેલ્થ ઓફિસરને આડે હાથ લીધા હતા. અધિકારીએ જ્યારે એવું બહાનું આગળ ધર્યું કે એરેટેર (ઓક્સિજન મશીન) ની જાળીમાં કચરો ભરાઈ જવાથી મશીન બંધ પડ્યું હતું, ત્યારે કમિશનરે રોષે ભરાઈને પૂછ્યું હતું કે, "એરેટેર બંધ કેમ રહે? તમારી પાસે મેઈન્ટેનન્સ શિડ્યુલ જ નથી!" તેમણે કોન્ટ્રાક્ટરોની કામગીરી પર નજર રાખવા અને ફરજિયાત 'ઇન્વેન્ટરી રજિસ્ટર' રાખવા સૂચના આપી હતી. કમિશનર બંછાનિધિ પાનીની અધિકારીઓને કડક તાકીદ BRTS ડ્રાઈવરોનું બ્રેથ એનાલાઈઝર ટેસ્ટ: તાજેતરમાં બે BRTS બસો સામસામે અથડાવાની ઘટના બાદ કમિશનરે આદેશ આપ્યો છે કે, હવેથી ડ્રાઈવર ડ્યુટી પર ચઢે તે પહેલાં તેણે નશો કર્યો છે કે નહીં અને તે બસ ચલાવવા માટે શારીરિક-માનસિક રીતે ફિટ છે કે નહીં તેનું કડક ચેકિંગ કરવું પડશે. નરોડા બ્રિજ વિલંબ મુદ્દે મોટો નિર્ણય: નરોડા ફ્લાયઓવરની કામગીરીમાં યુટિલિટી શિફ્ટિંગના નામે વિલંબ કરનારા એન્જિનિયરો પ્રત્યે નારાજગી વ્યક્ત કરી કમિશનરે નિયમ બનાવ્યો કે, હવેથી ફ્લાયઓવરના પ્લાનિંગ પહેલાં યુટિલિટી શિફ્ટિંગનું ટેન્ડર મંજૂર કરી કામ શરૂ કરી દેવું. સરકારી બિલ્ડિંગમાં જ ફાયર સેફ્ટી નથી!: પૂર્વ ઝોનમાં AMC ના જ એક બિલ્ડિંગને ફાયર સેફ્ટીના કારણે B.U. પરમિશન ન મળતા કમિશનરે એસ્ટેટ અધિકારીનો ઉધડો લીધો હતો અને તાત્કાલિક પૂર્તતા કરવા જણાવ્યું હતું. વીઆઈપી હોલમાં ગંદકી સાંખી નહીં લેવાય: બોડકદેવના પંડિત દીનદયાળ હોલના ટોઈલેટમાં ગંદકી જોઈને કમિશનરે રોષ ઠાલવ્યો હતો કે જ્યાં મહાનુભાવો આવતા હોય ત્યાં આવી ગંદકી ચલાવી શકાય નહીં. આ સાથે સ્મશાનોમાં પણ નાગરિકોને તકલીફ ન પડે તે જોવા સૂચના આપી છે. પાણીની સમસ્યા અને ઓક્સિજન પાર્ક માટે નવી ગાઈડલાઈન બેઠકના અંતે કમિશનરે એન્જિનિયરિંગ વિભાગને જે વિસ્તારોમાં પાણીની સમસ્યા છે (No-Water અને Low-Water એરિયા) ત્યાં ત્વરિત શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા આદેશ આપ્યો હતો. ઉપરાંત, ₹5 કરોડથી વધુના કામોમાં બે દિવસમાં કન્સલ્ટન્ટ નીમવા તાકીદ કરી હતી. મનપા દ્વારા બનતા ઓક્સિજન પાર્કમાં માત્ર ઝાડ નહીં, પણ ચિલ્ડ્રન પ્લે એરિયા, વોક-વે, છારૂ પાથરવા અને પાર્કિંગ જેવી તમામ સુવિધાઓ વિકસાવવા માટે નવો રોડમેપ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    From Umar Khalid to Sharjeel Imam: Being Muslim in Modi’s India
    Next Article
    બાંધકામ સાઈટ પર વીજ કરંટથી બે શ્રમિકના મોત:પડધરી તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્ય કલ્પેશભાઈ પીપળીયાનું હાર્ટએટેકથી મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment