Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાલાલા પાસે ટ્રેક્ટર પલટતા દાહોદના શ્રમજીવીનું મોત:લોખંડ ભરેલા ટ્રેક્ટર અકસ્માતમાં ત્રણ શ્રમિકોને ગંભીર ઈજા, વેરાવળ રિફર કરાયા

    13 hours ago

    તાલાલા તાલુકાના હડમતીયા ગીર ગામ પાસે એક ટ્રેક્ટર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં દાહોદના એક શ્રમજીવીનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય ત્રણ શ્રમિકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, લોખંડ ભરેલું ટ્રેક્ટર હડમતીયા ગામથી સુરવા ગામ તરફ જઈ રહ્યું હતું. ઢાળ પરથી પસાર થતી વખતે ટ્રેક્ટર પલટી મારી ગયું હતું, જેના કારણે તેની ટ્રોલીમાં બેઠેલા ચાર શ્રમજીવીઓ અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માતમાં 19 વર્ષીય રણજીત મહેશ સોલંકી (રહે. દાહોદ)નું ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ થયું હતું. ઈજાગ્રસ્તોને તાત્કાલિક તાલાલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તાલાલા હોસ્પિટલમાં ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર આપ્યા બાદ 20 વર્ષીય વિકાસ ભાભોર (રહે. દાહોદ), 20 વર્ષીય પ્રવીણ ભૂરિયા (રહે. દાહોદ) અને 20 વર્ષીય રાહુલ વસંતભાઈને વધુ સારવાર માટે વેરાવળ રિફર કર્યા હતા. જાણવા મળ્યા મુજબ, આ શ્રમજીવીઓ દાહોદના વતની છે અને ઘણા સમયથી તાલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટક મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા હતા.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથમાં લેન્ડ ગ્રેબિંગ કમિટીની કડક કાર્યવાહી:18 દબાણદારો દ્વારા સ્વૈચ્છિક દબાણ દૂર, 24 લાખની જમીન મુક્ત કરાઈ; બાકીના 13 સામે FIRનો નિર્ણય
    Next Article
    સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પ્રભાવિત થયા યુક્રેનના રાજદૂત:વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત લઈ ભારતની એકતા અને વિકાસની કરી પ્રશંસા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment