Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પ્રભાવિત થયા યુક્રેનના રાજદૂત:વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત લઈ ભારતની એકતા અને વિકાસની કરી પ્રશંસા

    14 hours ago

    ભારત ખાતેના યુક્રેનના રાજદૂત ડૉ. ઓલેક્ઝાન્ડર પોલિશચુકે વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને ભારતની એકતા, વિકાસ અને સરદાર વલ્લભભાઈ પટેલના ઐતિહાસિક યોગદાનની પ્રશંસા કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ સરદાર સરોવર ડેમનું અવલોકન કર્યું અને સમગ્ર પરિસરની ભવ્યતાથી પ્રભાવિત થયા. હું સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ખૂબ જ પ્રભાવિત છું: ડૉ.પોલિશચુક મુલાકાત બાદ નોંધપોથીમાં પોતાના પ્રતિભાવમાં ડૉ.પોલિશચુકે લખ્યું કે, "નમસ્તે! હું સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ખૂબ જ પ્રભાવિત છું. આ સ્મારક ભારતના લોકોની અદ્ભુત સિદ્ધિ અને દેશની એકતાનું મહાન પ્રતિક છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરિકલ્પના માટે વિશ્વ નેતા નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન અને આભાર." માધ્યમો સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર એક સ્મારક નથી, પરંતુ ભારતની એકતા અને સંકલ્પનું જીવંત પ્રતિક છે. તેમણે ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે તેમને એકતા નગરની મુલાકાત લેવાની અને આ અનોખા સ્થળનો અનુભવ કરવાની તક મળી, જે તેમના માટે યાદગાર રહી. આ સ્મારક ભારતની એકતાનું પ્રતિનિધિત્વ કરે છે: ડૉ.પોલિશચુક ડૉ. પોલિશચુકે વધુમાં જણાવ્યું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ આભારી છે, જેમણે આવા ભવ્ય સ્મારકના નિર્માણનો વિચાર રજૂ કર્યો. તેમના મતે, આ સ્મારક ભારતની એકતાનું પ્રતિનિધિત્વ કરે છે અને વિશ્વભરના લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે. ભારતની વૈવિધ્યસભર એકતાનું ઉત્તમ ઉદાહરણ: ડૉ.પોલિશચુક તેમણે એકતા નગરના વિકાસની પણ પ્રશંસા કરી હતી. તેમના જણાવ્યા મુજબ અહીં વિકસાવવામાં આવેલા વિવિધ નવા પ્રકલ્પો અને પ્રવાસન સુવિધાઓ પ્રભાવશાળી છે. દેશના વિવિધ ખૂણાઓમાંથી આવતા પ્રવાસીઓને એક સાથે આ સ્થળનો આનંદ માણતા જોવું એ ભારતની વૈવિધ્યસભર એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે ભારતના તમામ નાગરિકો માટે સમૃદ્ધિ, પ્રગતિ અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છાઓ પાઠવી અને જણાવ્યું કે ભારત વિશ્વના સૌથી મહાન દેશોમાંનું એક છે.
    Click here to Read More
    Previous Article
    તાલાલા પાસે ટ્રેક્ટર પલટતા દાહોદના શ્રમજીવીનું મોત:લોખંડ ભરેલા ટ્રેક્ટર અકસ્માતમાં ત્રણ શ્રમિકોને ગંભીર ઈજા, વેરાવળ રિફર કરાયા
    Next Article
    Carl Rinsch Sentenced To Prison Over Netflix Fraud; Keanu Reeves Called Him An "Exceptional Artist"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment