Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં લેન્ડ ગ્રેબિંગ કમિટીની કડક કાર્યવાહી:18 દબાણદારો દ્વારા સ્વૈચ્છિક દબાણ દૂર, 24 લાખની જમીન મુક્ત કરાઈ; બાકીના 13 સામે FIRનો નિર્ણય

    12 hours ago

    રાજ્ય સરકાર દ્વારા ભૂમાફિયાઓ અને ગેરકાયદે જમીન દબાણ સામે અસરકારક નિયંત્રણ લાવવા માટે અમલમાં મૂકાયેલા લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર જે. એન. વાઘેલાના અધ્યક્ષસ્થાને લેન્ડ ગ્રેબિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં સરકારી તેમજ ખાનગી જમીનો પર થયેલા ગેરકાયદે દબાણોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી અને કડક કાર્યવાહી અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. 25 દબાણદારો સામે સુઓમોટો અરજી બેઠક દરમિયાન સંબંધિત તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા કુલ 25 દબાણદારો સામે સુઓમોટો અરજી દાખલ કરવામાં આવી હોવાનું નોંધાયું હતું. આ કાર્યવાહી બાદ 18 દબાણદારોએ સ્વૈચ્છિક રીતે સરકારી તથા ગૌચરની કુલ 4-34-00 હેક્ટર-ચોરસ મીટર જમીન પરથી પોતાના ગેરકાયદે દબાણો દૂર કર્યા હતા. મુક્ત કરાયેલી આ જમીનની અંદાજિત બજાર કિંમત આશરે રૂ. 24 લાખ હોવાનું જણાવાયું છે. દબાણ ન હટાવનાર સામે FIR.નો નિર્ણય જ્યારે બાકીના 7 દબાણદારોએ કુલ 7-22-00 ચોરસ મીટર સરકારી જમીન પરથી ગેરકાયદે દબાણ દૂર ન કરતાં, તેમની સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ FIR નોંધાવવાનો નિર્ણય કમિટીએ કર્યો હતો. ખાનગી જમીન પર દબાણ કરનાર સામે પણ કાર્યવાહી બેઠકમાં ખાનગી જમીન પર ગેરકાયદે દબાણ કરનારા 6 વ્યક્તિઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી, તેમની સામે પણ લેન્ડ ગ્રેબિંગ હેઠળ FIR નોંધાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્રની કડક ચેતવણી જિલ્લા વહીવટી તંત્રે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરકારી હોય કે ખાનગી, કોઈપણ જમીન પરના ગેરકાયદે દબાણોને સહન કરવામાં આવશે નહીં. આગામી સમયમાં પણ આવા તત્વો સામે સતત કડક કાર્યવાહી ચાલુ રહેશે અને જમીન પચાવી પાડવાના ગુનાઓને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોષી, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ડાંગના વઘઈમાં પશુ વિજ્ઞાન કેન્દ્ર શરૂ:પશુપાલકોને મળશે વૈજ્ઞાનિક માર્ગદર્શન અને આધુનિક સેવાઓ
    Next Article
    તાલાલા પાસે ટ્રેક્ટર પલટતા દાહોદના શ્રમજીવીનું મોત:લોખંડ ભરેલા ટ્રેક્ટર અકસ્માતમાં ત્રણ શ્રમિકોને ગંભીર ઈજા, વેરાવળ રિફર કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment