Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાંગના વઘઈમાં પશુ વિજ્ઞાન કેન્દ્ર શરૂ:પશુપાલકોને મળશે વૈજ્ઞાનિક માર્ગદર્શન અને આધુનિક સેવાઓ

    11 hours ago

    ડાંગ જિલ્લાના વઘઈ ખાતે પશુ વિજ્ઞાન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કામધેનુ યુનિવર્સિટી, નવસારી હેઠળ કાર્યરત આ કેન્દ્ર જિલ્લાના પશુપાલકો, ખેડૂતો અને પશુસખીઓ માટે આધુનિક જ્ઞાન, તાલીમ અને વૈજ્ઞાનિક માર્ગદર્શનનું કેન્દ્ર બનશે. કેન્દ્રનું ઉદ્ઘાટન કામધેનુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. પી. એચ. ટાંકના હસ્તે થયું હતું. આ પ્રસંગે ડૉ. જે. એસ. પટેલ અને ડૉ. વી. એસ. દાબાસ વિશેષ મહેમાન તરીકે હાજર રહ્યા હતા. યુનિવર્સિટીના અધિકારીઓ, વિવિધ વિભાગોના મહાનુભાવો, પશુસખીઓ, પશુપાલકો અને આગાખાન સંસ્થાના સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું કે, પશુ વિજ્ઞાન કેન્દ્ર પશુપાલકોને પશુ આરોગ્ય, પોષણ, રોગ નિયંત્રણ, રસીકરણ, આધુનિક પશુપાલન પદ્ધતિઓ અને વૈજ્ઞાનિક સંશોધન આધારિત માર્ગદર્શન પૂરું પાડશે. આ ઉપરાંત, વિવિધ તાલીમ કાર્યક્રમો, જાગૃતિ અભિયાનો અને ટેકનિકલ સલાહ દ્વારા પશુપાલકોને આત્મનિર્ભર બનાવવા પર ભાર મૂકવામાં આવશે. ડાંગ જેવા આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલન અનેક પરિવારોની આજીવિકાનું મુખ્ય સાધન છે. વઘઈ ખાતે શરૂ થયેલું આ કેન્દ્ર પશુપાલન ક્ષેત્રને નવી દિશા આપશે અને પશુઓની ઉત્પાદકતા વધારવા સાથે ખેડૂતોની આવકમાં વધારો કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે. પશુપાલકો અને પશુસખીઓએ નવા કેન્દ્રના પ્રારંભને આવકારતા જણાવ્યું કે, હવે સ્થાનિક સ્તરે જ નિષ્ણાતોનું માર્ગદર્શન અને જરૂરી સેવાઓ ઉપલબ્ધ બનશે. આનાથી પશુપાલનની સમસ્યાઓના ઝડપી અને અસરકારક ઉકેલ મળશે. વઘઈ ખાતે શરૂ થયેલું આ પશુ વિજ્ઞાન કેન્દ્ર ડાંગ જિલ્લાના પશુપાલન ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. આનાથી જિલ્લાના ખેડૂતો અને પશુપાલકો માટે વિકાસ અને નવી તકોના દ્વાર ખુલશે તેવી અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ દૂધ સંઘે 'સહકાર સ્વચ્છતા દિવસ' ઉજવ્યો:સહકાર સપ્તાહ અંતર્ગત પરિસર અને આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન
    Next Article
    ગીર સોમનાથમાં લેન્ડ ગ્રેબિંગ કમિટીની કડક કાર્યવાહી:18 દબાણદારો દ્વારા સ્વૈચ્છિક દબાણ દૂર, 24 લાખની જમીન મુક્ત કરાઈ; બાકીના 13 સામે FIRનો નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment