Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ ભીમસેના પ્રમુખે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું:શહેરમાં ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલની માંગ

    1 day ago

    બોટાદ જિલ્લા યુવા ભીમસેનાના પ્રમુખ પ્રિતેશભાઈ ચાવડા અને બોટાદની જનતા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યાના કાયમી ઉકેલની માંગ કરવામાં આવી હતી. રજૂઆત મુજબ, બોટાદ શહેરના ટાવર રોડ, શાક માર્કેટ, પાળીયાદ રોડ, ગઢડા રોડ, સાળંગપુર રોડ તેમજ શહેરના અન્ય વિસ્તારોમાં મોટાભાગના શોપિંગ કોમ્પ્લેક્સમાં પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ નથી. આના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, જે નાગરિકો માટે મુશ્કેલી ઊભી કરે છે. આવેદનપત્રમાં ટ્રાફિક સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ લાવવા અને પાર્કિંગ સુવિધા વગરના શોપિંગ કોમ્પ્લેક્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જિલ્લા કલેક્ટરને વિનંતી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢના ભેંસાણમાં બે કલાકમાં સવા ત્રણ ઈંચ વરસાદ:રાજુલાની રાયડી નદીના પૂરમાં 35 બકરા તણાયા, અમરેલીના વડેરા, રંગપુરમાં જળબંબાકાર
    Next Article
    પહેલી જ વાર અમદાવાદ એરપોર્ટ આવ્યો ને સીધો જેલ ભેગો!:22 ફૂડ પેકેટ્સમાં 4 કરોડના ગાંજા સાથે મહારાષ્ટ્રનો શખસ પકડાયો, બેંગકોકથી ડ્રગ્સ ઘુસાડવાનો કારસો નિષ્ફળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment