Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પહેલી જ વાર અમદાવાદ એરપોર્ટ આવ્યો ને સીધો જેલ ભેગો!:22 ફૂડ પેકેટ્સમાં 4 કરોડના ગાંજા સાથે મહારાષ્ટ્રનો શખસ પકડાયો, બેંગકોકથી ડ્રગ્સ ઘુસાડવાનો કારસો નિષ્ફળ

    1 day ago

    અમદાવાદના ફોરેન પોસ્ટ ઓફિસમાં પાર્સલ મારફતે ગાંજો મંગાવવાના રેકેટની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં જ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાતા સળવળાટ મચી ગયો છે. કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ એક મોટી કાર્યવાહી કરતા બેંગકોકથી અમદાવાદ આવેલા એક મુસાફર પાસેથી અંદાજે ₹4 કરોડની કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે કિંમતી ગણાતા આ ડ્રગ્સ સાથે મહારાષ્ટ્રના ઉલ્હાસનગરના એક 40 વર્ષીય શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પ્રથમ વખત ટ્રાવેલ કરી રહેલા યાત્રી પર શંકા ગઈ પ્રાપ્ત વિગતો અનુસાર 1 જુલાઈ, 2026ના રોજ બેંગકોકથી ફ્લાઇટ નંબર TG-343 દ્વારા અમદાવાદ એરપોર્ટ પર એક પુરુષ મુસાફર ઉતર્યો હતો. આ 40 વર્ષીય આરોપી મહારાષ્ટ્રના ઉલ્હાસનગરનો રહેવાસી છે અને તે પ્રથમ વખત જ વિદેશ પ્રવાસ કરીને અમદાવાદ એરપોર્ટ પર આવ્યો હતો. તેની શંકાસ્પદ હિલચાલને પગલે કસ્ટમ્સના AIU યુનિટે તેને અટકાવ્યો હતો. જ્યારે કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ મુસાફરની ચેક-ઇન કરેલી ટ્રોલી બેગની ઝીણવટભરી તપાસ કરી, ત્યારે તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ટ્રોલી બેગની અંદર રાખેલા સામાન્ય ખાદ્ય પદાર્થોના પેકેટોની અંદર ડ્રગ્સ છુપાવવામાં આવ્યું હતું. કસ્ટમ્સને આ ફૂડ પેકેટ્સમાંથી 22 પારદર્શક સફેદ પોલીથીનથી લપેટેલા શંકાસ્પદ પેકેટ મળી આવ્યા હતા. ફીલ્ડ ટેસ્ટમાં 4.276 કિલો હાઇડ્રોપોનિક ગાંજો કન્ફર્મ થયો જપ્ત કરાયેલા આ શંકાસ્પદ પદાર્થની જ્યારે એરપોર્ટ પર જ કસ્ટમ્સની સ્પેશિયલ 'ફીલ્ડ ટેસ્ટ કીટ' દ્વારા તપાસ કરવામાં આવી, ત્યારે તેનું પરિણામ પોઝિટિવ આવ્યું હતું. આ પદાર્થ ઉચ્ચ ગુણવત્તાવાળો 'હાઇડ્રોપોનિક ગાંજો' હોવાનું સાબિત થયું હતું. પકડાયેલા પ્રતિબંધિત ડ્રગ્સનું કુલ વજન 4.276 કિલોગ્રામ છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત ₹4 કરોડ જેટલી થવા જાય છે. NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કસ્ટમ્સ વિભાગે આ કરોડોની કિંમતનો પ્રતિબંધિત જથ્થો નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ, 1985ની કડક જોગવાઈઓ હેઠળ જપ્ત કરી લીધો છે. ડ્રગ્સની હેરાફેરી કરનાર ઉલ્હાસનગરના શખ્સની સ્થળ પર જ ધરપકડ કરી લેવામાં આવી છે. આ ડ્રગ્સ કોને ડિલિવરી કરવાનું હતું અને આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટના તાર ક્યાં સુધી જોડાયેલા છે, તે દિશામાં કસ્ટમ્સ અને સુરક્ષા એજન્સીઓએ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ ભીમસેના પ્રમુખે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું:શહેરમાં ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલની માંગ
    Next Article
    "Cremated Him With His Cricket Ball": Family Of Boy Killed In Tree Collapse

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment