Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધ્વનિ ટ્રસ્ટના પ્રમુખપદે અશોકભાઈ વ્યાસની પુન:વરણી:અતુલભાઈ નાયક મંત્રી, અશ્વિનભાઈ નાયક ટ્રેઝરર તરીકે ચૂંટાયા

    10 hours ago

    પાટણમાં ધ્વનિ કલ્ચરલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટની સામાન્ય સભા તાજેતરમાં યોજાઈ હતી. આ સભામાં અશોકભાઈ વ્યાસની પ્રમુખ તરીકે પુન:વરણી કરવામાં આવી હતી. તેઓ પાટણ નગરદેવી મહાકાળી માતાજીના ઉપાસક અને વિદ્વાન સાહિત્યકાર છે, જેઓ સંગીત અને સાહિત્ય બંને ક્ષેત્રે ઊંડું જ્ઞાન ધરાવે છે.કારોબારી સભામાં અન્ય હોદ્દેદારોની પણ સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેમાં ડૉ. શૈલેષભાઈ સોમપુરા અને નૈમેશભાઈ ગાંધીને ઉપપ્રમુખ તરીકે, અતુલભાઈ નાયકને મંત્રી તરીકે, અને અશ્વિનભાઈ નાયકને ટ્રેઝરર તરીકે ચૂંટવામાં આવ્યા હતા.વધુમાં, આત્મારામભાઈ નાયી અને મહાસુખભાઈ મોદીને સહમંત્રી તરીકે, જ્યારે વિનોદભાઈ કડિયાને આંતરિક ઓડિટર તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ સભામાં નવીન ટ્રસ્ટીઓની પણ વરણી કરવામાં આવી હતી. જેમાં અશોકભાઈ વ્યાસ, હાર્દિકભાઈ રાવલ, શૈલેષભાઈ સોમપુરા, ડૉ. પરિમલભાઈ જાની, કમલેશભાઈ ઠક્કર અને ડૉ. દીપ વ્યોમેશભાઈ શાહનો સમાવેશ થાય છે.વર્ષ 2026-27 માટે ધ્વનિ કલ્ચરલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના કારોબારી સભ્યો તરીકે વિજયભાઈ ભાવસાર, ડૉ. પારસભાઈ ખમાર, નટવરસિંહ ચાવડા, ડૉ. વિરલભાઈ શાહ, ડૉ. વિમલભાઈ ખમાર, પરિમલભાઈ રામી, સુરેશભાઈ નાયી, મૃગેશભાઈ રાવલ, પિયુષભાઈ ખમાર, રમેશચંદ્ર ઠક્કર, ઇશ્વરભાઈ પરમાર, હરેશભાઈ નાથ, કિરીટભાઈ ગાંધી, મયંકભાઈ ગાંધી, સુધીરભાઈ ગાંધી, કેશવભાઈ ઠક્કર અને મહેશભાઈ પ્રજાપતિની વરણી કરવામાં આવી હતી. પાટણના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા રચાયેલું ધ્વનિ કલ્ચરલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ પાટણ અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં સંગીત ક્ષેત્રે પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા અને ઉચ્ચ ગુણવત્તા સ્થાપિત કરવા સતત પ્રયત્નશીલ છે. ટ્રસ્ટનો ઉદ્દેશ્ય પાટણની સંગીત પ્રતિભાઓને ગુજરાત અને ગુજરાત બહાર પણ ઓળખ અપાવી પાટણનું નામ રોશન કરવાનો છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત હાઈકોર્ટે જુનિયર મહિલા વકીલને ખખડાવ્યા:વકીલ માત્ર રૂપિયા કમાવવાનો ઉદ્દેશ ના રાખે, આજીવન કારાવાસના કેદીના જામીન માટે દીકરીની સગાઈના બોગસ કાગળ રજૂ કર્યા હતા
    Next Article
    પૂનમે શેવિંગ કરાવ્યું ને પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ:ઇન્સ્ટા. પર પ્રેમમાં પડ્યા ને માંગમાં સિંદૂર ભર્યું, રાજકોટમાં રોજના ઝઘડાઓથી કંટાળીને પથ્થરથી મોં છુંદીને હત્યા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment