Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત હાઈકોર્ટે જુનિયર મહિલા વકીલને ખખડાવ્યા:વકીલ માત્ર રૂપિયા કમાવવાનો ઉદ્દેશ ના રાખે, આજીવન કારાવાસના કેદીના જામીન માટે દીકરીની સગાઈના બોગસ કાગળ રજૂ કર્યા હતા

    9 hours ago

    ગુજરાત હાઈકોર્ટે આજે એક જુનિયર મહિલા વકીલને ખખડાવી નાખ્યા હતા. મહિલા વકીલે હત્યા કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવતા કેદીના હંગામી જામીન માટે અરજી કરી હતી. જેમાં દીકરીની સગાઈ હોવાનું કારણ જણાવવામાં આવ્યું હતું. કોર્ટે આ અંગે શંકા વ્યક્ત કરતા પોલીસ રિપોર્ટ મંગાવ્યો હતો. જેમાં આવી કોઈ સગાઈ નહીં હોવાનું અને અરજદારની દીકરીની નાનપણમાં જ સગાઈ થઈ હોવાનું જણાવાયું હતું. અરજદારની દીકરીની પહેલી સગાઈ તૂટતા આ બીજી સગાઈ છે કોર્ટે પોલીસ રિપોર્ટ જોઈને વકીલને કે તેમના અસીલને જ જેલમાં નાખવા કે કેમ તેમ પૂછી લીધું હતું. વકીલે જણાવ્યું હતું કે, તેમના અસીલે એફિડેવિટ ઉપર જ સગાઈ હોવાનું જણાવ્યું છે. પીઆઇ અને કોન્સ્ટેબલ દ્વારા આ મુદ્દે તેમના સગાઓની પૂછપરછ પણ કરાઈ હતી. અરજદારની દીકરીની પહેલા સગાઈ તૂટતા આ બીજી સગાઈ છે. વકીલ વધુ તપાસ કરી શકે નહીં. વકીલે તપાસ કરવાની હોય, માત્ર રૂપિયા કમાવવાનો ઉદ્દેશ્ય ના રાખે કોર્ટે કહ્યું હતું કે, જજ સમક્ષ અરજી આવે ત્યારે તેના કાગળિયા જોઇને જ ખબર પડી જાય છે કે, તેમાં કેટલું સત્ય અને કેટલું જુઠ્ઠાણું છે. તો વકીલને ખબર કેમ ના પડે? વકીલે પોતાની રીતે પણ તપાસ કરવાની હોય, ફક્ત રૂપિયા કમાવવાનો એકમાત્ર ઉદ્દેશ્ય ના હોય. અરજી પરત ખેંચવાની જગ્યાએ દલીલો કરે રાખો છો આવી ખોટી અરજીઓનો નિષેધ કરવો જરૂરી છે. કોર્ટમાં આવી ખોટી અરજીઓ અને બનાવટી કાગળિયા આવતા રહે છે. વળી પોલીસ રિપોર્ટ બાદ પણ માફી માંગીને અરજી પરત ખેંચવાની જગ્યાએ તમે દલીલો કરે રાખો છો. અમુક કાગળિયા તમે જાતે સેલ્ફ એટેસ્ટેડ કરેલા છે. તમે પોતાની ભલામણ માટે કોર્ટમાં સિનિયર વકીલોને કહ્યું, મહિલા હોવાથી તેનો ફાયદો ઉઠાવો છો. વકીલો બધું જ પહેલેથી જાણતા હોય છે મહિલા વકીલે કોર્ટની બિનશરતી માફી માંગી હતી. તેમ છત્તા કોર્ટે પોતાના મૌખિક હુકમમાં મહિલા વકીલની કાર્યરીતિ અંગે નોંધ કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે વકીલો બધું જ પહેલેથી જાણતા હોય છે. સાથે જ કોર્ટે કેદી માટે અરજદાર મહિલા સામે પણ જરૂર પડે પોલીસ ફરિયાદ નોંધવા કહ્યું છે. યુવતીનું મુંબઇથી અપહરણ કરી સુરેન્દ્રનગર લાવી હત્યા કરી મૂળ આરોપીને સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટે વર્ષ 2017 માં આજીવન કેદની સજા ફટકારી હતી. આરોપી મુંબઈના બારમાં ગયો હતો. જ્યાં એક યુવતી સાથે તેને પ્રેમ થઈ ગયો હતો. પોતે પરિણીત હોવાથી યુવતી સાથે લગ્ન કરી શકે તેમ નહોતો, પરંતુ યુવતીએ લગ્નની જીદ કરતા તેનું મુંબઈથી અપહરણ કરીને સુરેન્દ્રનગર લાવવામાં આવી હતી. જ્યાં તેની હત્યા કરી દેવાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:નાસીરનગર ડિમોલીશન મામલે HCના કડક વલણ બાદ SMCના 5 એન્જિનિયરો સસ્પેન્ડ, ઉધનામાં રોડ બેસી જતા ST બસનું ટાયર ઘૂસી ગયું
    Next Article
    ધ્વનિ ટ્રસ્ટના પ્રમુખપદે અશોકભાઈ વ્યાસની પુન:વરણી:અતુલભાઈ નાયક મંત્રી, અશ્વિનભાઈ નાયક ટ્રેઝરર તરીકે ચૂંટાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment